BREAKING NEWS

જામનગરમાં મેન્ટલ હોસ્પિટલના નર્સિંગ ક્વાર્ટરમાં ચોરી

  • April 18, 2026 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મેન્ટલ હોસ્પિટલના નર્સિંગ ક્વાર્ટરમાં ચોરી


રોકડ, દાગીના અને મોબાઇલ મળી ૨૮ હજારનો મુદ્દામાલ લઇ ગયા


જામનગર શહેરના વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં આવેલા મેન્ટલ નર્સિંગ ક્વાર્ટરમાં  તસ્કરો ત્રાટકીને રોકડ, દાગીના સહિત ૨૮,૦૦૦નો માલ સામાન ચોરી કરી ગયાનું પોલીસમાં જાહેર થયું છે. જે ફરીયાદના આધારે સીટી-બી ડીવીઝન દ્વારા આજુબાજુના સીસી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


જામનગરના મેન્ટલ હોસ્પીટલના નસિર્ંગ કવાર્ટર બ્લોક-એમાં રહેતા મુળ ભણગોરના વતની શીતલબેન સોમાભાઇ મેરાણી (ઉ.વ.૩૦)એ અજાણ્યા શખ્સો સામે રોકડ અને દાગીનાની ચોરી કરી ગયાની સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે જેના આધારે પીએસઆઇ મહેતા તપાસ ચલાવી રહયા છે. 


તસ્કરોએ ગત તા. ૧૩ના સમય ગાળામાં ક્વાર્ટરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અસલ દસ્તાવેજો, રોકડ આશરે ૫,૦૦૦, ચાંદીના દાગીના (કિંમત રૂ. ૭,૮૦૦), બે મોબાઇલ ફોન (કિંમત રૂ. ૧૦,૫૦૦) તથા રાડો કંપનીની કાંડાઘડીયાલ (કિંમત રૂ. ૫,૦૦૦) મળી કુલ રૂ. ૨૮,૩૦૦નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.


આ અંગે જામનગર શહેરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૩) મુજબ અજાણ્યા ચોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News