ભુજના યુવાને વ્યાજના ટેન્શનમાં ઝેર પીધું

  • October 28, 2020 02:04 AM 611 views

ભુજના સેજવાળા માતામ આશાપુરા રિંગ રોડ પર રહેતા યુવાને વ્યાજના રૂપિયાના ટેન્શનમાં ઝેરી પ્રવાહી પી લેતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રા વિગતો મુજબ જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં અબ્દુલ ઇબ્રાહિમભાઇ રાયમાએ એમએલસીમાં નોંધાવ્યું હતું કે, તેમના ભાઇ સોહેબ કાસમ રાયમા (ઉ.વ.૪૪)એ વ્યાજના રૂપિયાના ટેન્સનમાં આવીને ગુરૂવારે સાંજે પોતાના ઘરે ટાઇલ્સ સાફ કરવાનું ઝેરી પ્રવાહી પી લેતાં તેને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application