મુળ પોરબંદરની યુવતિ હોટસીટ સુધી પહોંચી, અમિતાભ બચ્ચનના પ્રશ્નોના આપ્યા જવાબ

  • October 28, 2020 02:10 AM 7501 views

પોરબંદર નજીકના ટુકડા (ગોસા)ના તથા હાલ રાજસ્થાનમાં વસતા અને કુરીયરના વ્યવસાય સાથે સંકળાયેલ પરિવારની ર0 વર્ષીય યુવતિએ કેબીસીમાં હિસ્સો લઇને અમિતાભ બચ્ચન સામે હોટસીટ ઉપર બેસવાની તક મેળવી હતી. 

 

કોન બનેગા કરોડ પતિમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેસવાની તક પોરબંદરના ટુકડા ગોસાના તથા હાલ રાજસ્થાનના જોધપુર ખાતે કુરીયરના વ્યવસાય સાથે સંકળાયેલા અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના વેજાભાઇ નરશીભાઇ ટુકડીયાની ર0 વર્ષની દિકરી કોમલને મળી હતી. કોન બનેગા કરોડપતિમાં સીલેકટ થઇ તે એપીસોડ તા. 1ર/10 ના ટેલિવિઝન ઉપર પ્રસારીત થયો હતો. એફવાયબીએસસીમાં અભ્યાસ કરતી આ યુવતિ છેલ્લા એક વર્ષથી કેબીસીમાં ભાગ લેવા માટેની તૈયારી કરતી હતી. વીસેક દિવસ પૂર્વે મુંબઇના સ્ટુડીયોમાં તેનું શુટીંગ થયું હતું અને હોટસીટ ઉપર બેસવાની તેને તક મળી હતી અને વર્ષોથી જોતીહતી તે સ્વપ્ન સાકાર થયું હતું.


તેણે એવું જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન આ ઉમરે પણ ખુબ જ સ્ફૂર્તિલા અને એનર્જીથી ભરપુર છે અને કુદરતે જ તેનામાં એટલી શક્તિઓ આપી છે કે, તેની ઉમર દેખાતી નથી. તેમની સાથે ભાગ લીધો એ જીવનનો યાદગાર લ્હાવો હોવાનું પણ ઉમેર્યુ હતું. કોમલ તેના પિતા વેજાભાઇ ટુકડીયા સાથે મુંબઇ કેબીસીમાં હિસ્સો લેવા ગઇ હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application