શાકભાજી વેચી ઘરે પરત ફરી રહેલ યુવાનનો કાળે કેડો કાપ્યો

  • December 04, 2020 10:20 AM 243 views

વાવડીનો યુવાન છકડો રીક્ષા લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવતી રીક્ષા સાથે સર્જાયો અકસ્માત

વાવડી ખાતે રહેતો યુવક બાબરા ખાતે શાકભાજીનો વેપાર કરી તેની છકડો રીક્ષા લઇ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવતા છકડા રીક્ષાના ચાલકે તેની રીક્ષા સાથે ધડાકાભેર અથડાવતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ.


મળતી વિગત મુજબ ગઢડાના વાવડી ખાતે રહેતા છગનભાઇ કાબાભાઇ ઝાપડીયા (ઉ.વ.૪૮) પોતાની રીક્ષા નં.જી.જે ૦૪–એટી ૧૦૯૨ લઇને બાબરા ખાતે શાકભાજી વેચવા ગયેલ. શાકભાજી વેચીને તે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન મોટી કુંડળથી નાની કુંડળ જવાના રસ્તે સામેથી આવી રહેલ રીક્ષા નં.જી.જે–૧૪–એકસ ૦૯૭૨ના ચાલક ગોપાલભાઇ દેવજીભાઇ સોરઠિયાએ છગનભાઇની રીક્ષા સાથે અથડાવતા છગનભાઇની રીક્ષા પલટી મારી ગયેલ. છગનભાઈ રીક્ષા નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનુ ઘટના સ્થળે મોત નિપયુ છે. બનાવ અંગે મૃતકના કૌટુંબીક ભાઇએ અકસ્માત સર્જી રીક્ષા મુકી નાસી ગયેલ ગોપાલ સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application