મોટી માટલીમાં દેશી દારૂ આપવાની ના પાડી યુવાનને ધારીયુ માર્યુ

  • February 09, 2023 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના મોટી માટલી ગામ પાસે એક યુવાન પર ધારીયાથી હુમલો કરવામાં આવ્યો હતો, દેશી દારૂ આપવાની ના પાડયા બાદ બંને વચ્ચે માથાકુટ થઇ હતી અને મામલો ઉગ્ર બનતા ધારીયુ ફટકારી દઇ ધમકી દેનાર મોટી માટલીના દેશી દારૂનું વેચાણ કરનાર શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.



કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા ડ્રાઇવર સંજય જીવરાજભાઇ મકવાણા ઉ.વ.૨૪ નામના યુવાને કાલાવડ ગ્રામ્ય પોલીસમાં રાત્રીના સુમારે મોટી માટલી વાડી ખાતે રહેતા દિલાવર ઉર્ફે ભુરો શંકર સંગાડીયા નામના ઇસમ વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદી સંજય આરોપી દિલાવર પાસેથી દેશી દારૂ લઇને પિતા હોય દરમ્યાન ગઇકાલે ફરીયાદી આરોપી પાસે દારૂ લેવા ગયેલ હોય ત્યારે દિલાવરે દારૂ આપવાની ના પાડી અપશબ્દો કહયા હતા, જે બાબતે ફરીયાદીએ બીજા દિવસે આરોપીને મળીને વાત કરી કે, તું મને ગાળો કેમ કાઢતો હતો જેથી આરોપીએ તને ગાળો આપીશ તારાથી શું થશે ? એમ કહી માથાકુટ કરી હતી તેમજ ધારીયા વડે હુમલો કરી સંજયને કોણીની નીચે ફ્રેકચર જેવી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application