એરપોર્ટ પર સિકયુરિટીના ધજાગરા ઉડાડી તાંઝાનિયાનો યુવાન મુંબઈથી રાજકોટ આવી ગયો

  • May 30, 2020 04:17 PM 627 views

એરપોર્ટ પર કડક સલામતી છે અને ડગલેને પગલે મુસાફરોનુ ચેકિંગ કરવામાં આવે છે તેવા સમાચારો પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક માધ્યમમાં આવતા હોય છે પરંતુ તાંઝાનિયાથી આવેલો એક યુવાન મુંબઈ એરપોર્ટ પર અને ત્યારબાદ રાજકોટ એરપોર્ટ પર સિકયુરિટીને ચકમો આપી દેવામાં સફળ નીવડતા સલામતીના મોટા મોટા દાવાઓની પોલ ખૂલી ગઈ છે.


પોતાને ભચ જવું છે તેમ કહીને તાંઝાનિયાનો યુવાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને રાજકોટની ફલાઇટમાં બેસી ગયો હોવાની જાણ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીને મોડે મોડે થઈ હતી. મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાળાઓએ આ બાબતે રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી અને રાજકોટમાં એરપોર્ટ પર કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. એરપોર્ટના સિકયુરીટી સ્ટાફ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના અધિકારીઓ આ મુસાફરની રાહ જોઇને બેઠા હતા પરંતુ તમામ મુસાફરો ઉતરી ગયા બાદ પણ યુવાન ન દેખાતા સીસીટીવી ફટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં કાળા કલરનું શર્ટ પહેરેલ યુવાન તાંઝાનિયાનો હોવાનું જણાતા શોધખોળ હાથ ધરી તેને એરપોર્ટ પરથી જ ઝડપી લેવાયો હતો.


એરપોર્ટ ખાતે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવેલ છે ત્યાં આ યુવાનને લઈ જવાયો હતો. મહંમદ દાનિશ બુખારી નામનો યુવાન ટાન્ઝાનિયામાં મેડિકલ સ્ટુડન્ટ છે અને પોતે જુનાગઢ રહેતો હોવાથી જુનાગઢ જવું છે તેમ શઆતમાં કીધા બાદ તરત જ પોતાનું સ્ટેટમેન્ટ ફેરવી નાખ્યું હતું અને જણાવ્યું હતું કે જામનગરમાં મા સાસ હોવાથી મારે ત્યાં જવું છે.


આ યુવાનનું મેડિકલ સ્ક્રિનિંગ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું અને તેમાં એને કોરોનાના કોઈ લક્ષણો જણાયા ન હતા. આમ છતાં એરપોર્ટ નજીક આવેલી એક ખાનગી હોટલમાં ૧૪ દિવસ માટે કોરન્ટાઈન કરવામાં આવેલ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application