મહિલા લોકદરબારમાં ફરિયાદનો ધોધ વહયો

  • August 04, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૫૦ થી વધુ મહિલાઓ પરિવારજનો સાથે ફરિયાદ પોતાના પ્રશ્નોના નિવારણ માટે આવી પહોંચી: અરજદારોને વેટિંગ રૂમમાં બેસાડવા પડા: બપોર સુધીમાં ૧૫ જેટલી ફરિયાદોમાં સ્થળ પર સુખદ સમાધાન

 


નારી સશકિતકરણ દિનની ઉજવણીના ભાગપે આજરોજ મહિલા પોલીસ દ્રારા રાજકોટમાં પોલીસ હેડકવાર્ટર આવેલા તાલીમ ભવનમાં મહિલા સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે લોકદરબારનું આયોજન કરાયું હતું.જેમાં ફરિયાદોનો ધોધ વહયો હતો. અંદાજિત ૫૦ થી વધુ મહિલા અરજદારો પોતાની ફરિયાદના નિરાકરણ માટે આ લોક દરબારમાં પરિવારજનો સાથે આવી હતી. લોક દરબારમાં બપોર સુધીમાં ૧૫ જેટલા કિસ્સામાં સુખદ સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

 


સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી એસ. આર.બારીયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ મથકના પી.આઈ એસ.આર.પટેલની રાહબરીમાંમાં આજરોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આલોક દરબાર માટે મહિલા સંબંધિત ફરિયાદ અને અરજીઓને લઈ ૧૬૩ અરજદારોની અગાઉથી જાણ કરવામાં આવી હતી.

 


દરમિયાન આજરોજ લોક દરબારમાં ૫૦થી વધુ મહિલા અરજદારો પોતાના પરિવારજનો સાથે પોતાની ફરિયાદ અને અરજીના નિકાલ માટે આવી પહોંચ્યા હતા જે હોલમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં મહિલા અરજદારોની સંખ્યા વધી જતા હાલમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ જેમની ફરિયાદ સાંભળવામાં આવનાર હોય તેઓને જ અહીં હાજર રાખવામાં આવ્યા હતા.અન્ય અરજદારોની વેઇટિંગ મમાં બેસાડવામાં આવ્યા હતા.

 


મહિલા પોલીસ મથકના પી.એસ.આઈ એચ.પી.ગઢવી,એચ.જે. લાઠીયા,જે.જી.ચૌધરી, સી.એમ.વાછાણી તથા એએસઆઇ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફ દ્રારા મહિલા સંબંધિત ફરિયાદો લઈ જે અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. આ લોક દરબારમાં મહિલા અભયમ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ટીમ તેમજ અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી. તેઓ દ્રારા પણ મહિલાઓને જરી માર્ગદર્શન પુ પાડવામાં આવ્યું હતું.

 


આ લોક દરબારમાં મોટાભાગે ઘરેલુ હિંસાના પ્રશ્નો રજૂ થયા હતા. દાંપત્યજીવનમાં તકરાર પરિવાર વચ્ચે ઝઘડાઓ સહિતના પ્રશ્નો લોક દરબારમાં રજૂ કરવામાં આવ્યા હતા.બપોર સુધીમાં અંદાજિત ૧૫ જેટલા પ્રશ્નનું સ્થળ પર જ સુખદ સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

 

 

ભકિતનગર અને તાલુકા પોલીસ મથકમાં મહિલા જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા
મહિલા સશકિતકરણ દિનની ઉજવણીના ભાગપે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મહિલા સીનીયર સીટીઝનની બ સ્થળ પર જઇ મુલાકાત લઈ અને તેઓના કોઇ પ્રશ્ન હોય તો જણાવવું તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ. જે.વી.ધોળા તથા દુર્ગા શકિત ટીમ દ્રારા મહિલાઓને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેમજ વામ્બે આવસ યોજના ખાતે જઇ મહિલા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અસામાજીક તત્વો દ્રારા મહિલા પર થતા અત્યાચારો બાબતે તુર્તજ મહિલા હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરવો તેવું જરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યારે ડીસીપી ઝોન ૧ પ્રવિણકુમાર મીણા એસીપી એચ.એલ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં મહિલાઓમાં જાગૃતિ લાવવા આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મદદનિશ સરકારી વકીલ બીનલબેન રવેશીયા તથા મહિલા આગેવાન કંચનબેન સિધ્ધપુરાએ ઉપસ્થિત રહ્યા હતા.અને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મહિલાઓને ઘરમાં સગીર વયના બાળકોને ઇન્ટાગ્રામ, ફેસબુક જેવી એપોનો જરી પ્રમાણે ઉપયોગ કરવા, તેમજ અન્ય કાયદાઓનું માર્ગદર્શન પુ પાડી મહિલાઓમાં કાયદાકીય સામાજીક રીતે અવેરનેશ આવે તે સબંધે જરી માર્ગદર્શન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS