વડોદરાના તાંત્રિકે વિધિઓના ચકકરમાં મહિલાને ફસાવી માણ્યું શરીર સુખ અને પડાવ્યા 14 લાખ, વાંચો લાલબત્તી સમાન ઘટના

  • October 28, 2020 02:21 AM 2571 views

શહેરના ભરતનગરમાં રહેતી એક મહીલાએ વડોદરાના તાંત્રિક હિરેન નરેન્દ્રભાઇ પુરોહિત તથા તેમના પત્નિ મિત્તલબેન વિરૂદ્ધ 29 લાખ રોકડ સહિતન કાર વિગેરેની ઠગાઇ અને બ્લેકમેઇલ કરવા સહિતની ફરિયાદ નોંધાવી છે તેણીએ જણાવ્યું છે કે, તેણીના લગ્ન વડોદરા ખાતે થયા છે અને તેમના ભાઇએ મહારાષ્ટ્રમાં પ્રેમ લગ્ન કર્યા હોય અને તેઓને પતિ પત્નિ વચ્ચે ઘર કંકાસ ચાલતો હોય જેથી ફરિયાદીના બહેનને તેની મીત્ર વાત કરેલ અને વડોદરામાં રહેતા હિરેન નરેન્દ્રભાઇ પુરોહીત મોટા જ્યોતીષ છે અને તેઓના માતાજીના આશીવર્દિ હોવાથી તમામ સમસ્યાનુ નિરાકરણ લાવી દે છે. આ પછી આ કારસો રચીને ઠગાઇ થઇ છે.


મહિલાના જણાવ્યા મુજબ હિરેનનો ફોન પર સંપર્કમાં કરતા તેમણે ભાવનગર આવી માતાજીની વીધી કરવી પડશે તેમ જણાવેલ હિરેન જુન 2018માં ભાવનગરમાં આવેલ અને પરિવાર જનોની હાજરીમાં તમારા ઘરમાં ગ્રહો દોષ તથા પિતૃ દોષ છે અને તેના માટે વિધી કરવી પડશે કહી રૂ.90,000નો ખર્ચ થશે તેમ જણાવેલ. તે વખતે મહિલાના ભાઇએ ા.48,000 આપેલ બાદમાં ભાઇને સંકલ્પ પુર્તિ વિધી કરાવવા બાકીના રૂ.42,000 લઇ વડોદરા આવવા જણાવેલ. આ પછી ભાઇ પાસેથી જુદી જુદી વિધીના બહાને કટકે કટકે રૂ.14,91,000 પડાવી લીધી હતી. બાદમાં વિધી માટે હિરેન ભાવનગર આવેલ અને મહિલાની વિધી એકાંતમાં કરવી પડશે કારણ અનીષ્ઠ તત્વો બહાર નીકળેતો બીજાને ચોટી જાઇ તેમ કહી મહિલાને મમાં લઇ ગયેલ અને તેને કશું ખવડાવી દેતા તેણી બેભાન થઇ ગયેલ બાદમાં હિરેને તેણીને નગ્ન કરી શરીર સુખ માણેલ. તેણી અર્ધ બેભાન અવસ્થામાં બધુ સમજી શકતી હતી પરંતુ તેણ પ્રતિકાર કરવાની શક્તિ ન હતી.


બાદમાં વિધી પતશે પછી કોઇને કશુ કહેવાનુ કહી હિરેન તેને નોટરીની ઓફીસે વડોદરા લઇ ગયેલ અને કાગળ પર સહિ કરાવી હતી. જે કાગળ અંગે ફરિયાદીને કશી ખબર ન હતી તે કાગળ મૈત્રી કરારનો અને ફરિયાદી હિરેન સાથે તેની મરજી રહે છે તેવા લખાણ વાળો હતો! બાદમાં હિરેન વારંવાર તેણી સાથે મરજી વિદ્ધ શરીર સુખ માણતો. બાદમાં ફરિયાદીના બનેવીને વડોદરા પોલીસમાંથી ફોન આવેલ કે તમારી સામે હિરેનભાઇ પુરહીતે અરજી આપેલ છે કે તમે રૂ.12 લાખ રોકડા તથા બલેનો કારની લુટ કરેલ છે તો તમે વડોદરા આવી જાવ નહિ તો પોલીસ ફરિયાદ થઇ જશે. બાદમાં ભરતનગર પોલીસ ફરિયાદીના ઘરે ગયેલ અને હિરેન પુરોહીતે તમારી સામે ફરિયાદ કરેલ છે તેથી ફરિયાદીના ભાઇ તથા બેન-બનેવી વિગેરે કુટુંબી જનો સામે હિરેનના કુટુંબીજનો તથા અજાણ્યા માણસો સામે હતા તેણે જણાવેલ કે તમે ખોટી રીતે 12 લાખ પીયા, કાર અને મોબાઇલ પડાવ્યા છે તે પાછા આપી દો નહિતર હિરેન પોલીસ ફરિયાદ કરશે. તેથી પોલીસ ફરિયાદના ડરથી તે ઓરીજનલ કબુલાત નામુ, ગાડીનુ ટ્રાન્સફર્મ ફોર્મ હિરેનને આપી દીધેલ. બાદમાં ફરિયાદીના પરિવારના નિવેદનો લેવામાં આવેલ અને હવે પછી અમારી સામે ફરિયાદ કરવાની કોશીશ કરશો તો જીવતા નહિ રહેવા દઇએ અને ફરિયાદીના નગ્ન ફોટાઓ વાઇરલ કરવાની ધમકી આપી જતા રહેલ. આ પછી મહિલાના પરિવારજનોએ નક્કી કરી ભરતનગર પોલીસમાં  હિરેન પુરોહિત અને તેની પત્નિ સામે આ ફરિયાદ નોંધાવી છે.


હિરેને નાટક કરી વિધીના બહાના હેઠળ તેણીના ભાઇ પાસેથી કટકે કટકે રૂ.1.20 લાખ લીધેલ અને તેણીની જીંદગી બચાવી હોય તો તેના પતિ સાથે છુટાછેડા લેવા દબાણ કરેલ અને પોલીસ કેસ કરી છુટાછેડા લઇ લ્યો તેમ વિશ્ર્વાસમાં લીધેલ અને છુટાછેડા લેવડાવેલ. બાદમાં તેના ભાઇના સંસારના સુખદ સમાધાન કરાવાના બહાને વિધી ચાલુ છે તેમ કહી તેણીના બેન બનેવી પાસેથી અનુષ્ઠાન કરવાના બહાને રૂ.7 લાખ તથા રૂ.2 લાખના દાગીના પડાવી પાડેલ. ગત નવરાત્રીમાં વિધી કરવી પડશે તેમ કહી ફરિયાદીને વડોદરા તેના ઘરે બે દિવસ રાખેલ તેમ પણ તેણીએ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application