"તમે જે કામ કરવા આવ્યા છો, તે કામ કરો" કહીને મહિલા પોલીસ કર્મીને ગાળો ભાંડી

  • July 19, 2023 09:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં થોરાળા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલબેન મકવાણાએ ફરજમાં રૂકાવટ અંગેની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.    



બનાવની વિગત અનુસાર, ગઈકાલે સવારે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જે ચેકિંગમાં આ મહિલા પોલીસ કર્મી પણ સામેલ હતા. ત્યારે સવારના 07:00 વાગ્યે મનહરપરા શેરી નંબર 4ના ખૂણે મફતિયાપરામાં એક શંકાસ્પદ રીક્ષા જણાય હતી અને ચાર-પાંચ લોકો બોક્સની હેરાફેરી કરતા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. શંકાના આધારે મહિલા પોલીસ કર્મી ત્યાં પહોંચ્યા તે દરમિયાન મધુબેન નામની મહિલા વચ્ચે આવી અને જે કામ કરો છો તે કામ કરવા જાવ તેવું કહીને ગાળો ભાંડી હતી બાદમાં બોલાચાલી થતા રીક્ષા ચાલક પણ રીક્ષા લઈને નાસી છૂટ્યો હતો. બનાવને લઈને લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા અને જો જોતામાં મહિલા પણ ત્યાંથી નાસી છૂટી હતી જેને લઈને મહિલા પોલીસ કર્મી દ્વારા ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application