મહાપાલિકાને ડહાપણની દાઢ ફૂટી

  • October 29, 2020 03:57 PM 354 views

શહેરના રેલનગર અંડરબ્રિજના મામલામાં મહાપાલિકાને અંતે ડહાપણની દાઢ ફૂટી છે અને સતત થઇ રહેલા જળાભિષેકની સમસ્યા દુર કરવા માટે ઓપ્ન બોક્સ ગટર નાખી દીધી છે. આ બ્રિજમાં ચોમાસું ન હોય તો પણ દીવાલ પરથી પાણીની સરવાણી ફૂટતી રહેતી હોય છે પરિણામે સતત પાણીનો બહાવ જોવા મળતો હોય છે. આવી સ્થિતિમાં વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડતી હતી. આ અંગે ફરિયાદો ઉઠ્યા બાદ લાંબા સમયે મહાપાલિકાએ ઓપ્ન બોક્સ ગટર ગોઠવી દીધી છે અને જ્યાંથી પાણી વહી રહ્યું છે ત્યાં પ્લાસ્ટીકની બોટલ ભરાવી દીધી છે તેથી દરેડો રોડ ઉપર ન પડે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application