રાજકોટમાં ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો: ભારે મેઘાડંબર: ગરમીમાં ઘટાડો: ભેજનું પ્રમાણ વધી ગયું

  • July 20, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજ સવારથી રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે સવારે ભેજનું પ્રમાણ ૮૦ ટકા આસપાસ થઇ ગયું હતું અને દિવસ દરમિયાન થોડા થોડા સમયે અમીછાંટણા જેવા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે પરંતુ મેઘો મન મૂકીને વરસે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

 


રાજકોટમાં આજે સવારથી જ પવનની ગતિમાં જોરદાર વધારો થયો છે સવારે પ્રતિ કલાકના ૨૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાયો હતો અને બપોરે પોણા બે વાગ્યાની આસપાસ તેની ગતિમાં વધારો થઈને પ્રતિ કલાકના ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાયો છે.

 


ભેજવાળા વાતાવરણ અને પવન ના કારણે ગરમીમાં રાહત મળી છે પરંતુ આમ છતાં બફારો વધી ગયો છે. આજે આખો દિવસ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS