પત્ની હવે એક આરટીઆઈ કરીને પતિનો પગાર તથા આવકના સ્ત્રોતની માહિતી મેળવી શકશે

  • November 21, 2020 11:46 AM 926 views

 

  • કેન્દ્રિય માહિતી આયોગે આપ્યો આદેશ: આવકવેરા વિભાગમાં અરજી કયર્િ બાદ 15 દિવસમાં ખબર પડી જશે


કેન્દ્રિય માહિતી આયોગ દ્વારા કરાયેલા એક આદેશ મુજબ, હવે મહિલાઓ આવકવેરા ખાતામાં આરીટીઆઈ કરીને પોતાના પતિની આવકની સાચી જાણકારી મેળવી શકશે. આ માટે મહિલાઓએ કેન્દ્રિય અથવા રાજ્ય માહિતી આયોગના અધિકારી એટલે કે આરટીઆઈ અંતર્ગત એક અરજી કરવાની રહેશે. જે બાદ સંબંધિત વિભાગે અરજી મળ્યાના 15 દિવસના સમયગાળામાં જ પગાર સાથે સંકળાયેલી તમામ માહિતી અરજકતર્િ પત્નીને આપવી પડશે.


કેન્દ્રિય માહિતી આયોગે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, હવે કોઈપણ મહિલા પોતાના પતિનો પગાર કે આવકનો સ્ત્રોત સરળતાથી જાણી શકે છે. આ માટે તેણે આરટીઆઈનો ઉપયોગ કરવાનો રહેશે. મહિલાએ અરજી કયર્નિા 15 દિવસમાં સંબંધિત વિભાગે તમામ સાચી જાણારી આપવાની રહેશે. હાલમાં જ રાજસ્થાનમાંથી આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો, જેને ઉલ્લેખ કરતા કેન્દ્રિય માહિતી આયોગે આવો આદેશ જાહેર કર્યો હતો.


રાજસ્થાનના આ કેસની વિગતો મુજબ, જોધપુરમાં રહેતી રહમત બાનો નામની મહિલાએ અરજી કરીને પોતાના પતિની આવકના સ્ત્રોતની જાણકારી માગી હતી. મહિલાની અરજીના જવાબમાં  આઈટી વિભાગે કહ્યું હતું કે, ત્રીજા પક્ષની માગ ગેરવ્યાજબી છે. ત્યારબાદ સમગ્ર મામલે કેન્દ્રિય માહિતી આયોગમાં પહોંચ્યા. કમિશન સમક્ષ સુનાવણી બાદ આદેશ અપાયો કે અરજકતર્િ દ્વારા દાખલ કરવામાં આવલી આરટીઆઈ પર 15 દિવસની અંદર સાચી માહિતી ફરજિયાત રીતે આપવાની રહેશે.


કેન્દ્રિય માહિતી આયોગ દ્વારા પોતાના ચૂકાદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી કે મહિલાઓ પોતાના પતિનો કુલ પગાર, ગ્રોસ સેલેરી અને કરપાત્ર આવકની બાબતમાં જાણકારી મેળવવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application