WHO એ જણાવ્યું: જો સાવચેતી રાખીશું તો, 2022 સુધીમાં કોરોનામુક્ત થઇ જઈશું.

  • July 21, 2021 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના નવા ડેલ્ટા વેરીએન્ટે દુનિયાભરમાં કહેર ફેલાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO ) એ સોમવારે જણાવ્યું કે, આપણે જો સાચે ભાગ્યશાળી હોઈશું તો આગામી વર્ષમાં કોરોનાનું સંકટ આપણા સૌના માથેથી ટળી જશે. WHO એ આગળ જણાવ્યું કે, વિશ્વસ્તરે કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે, કોઈ મજબુત નેતાની પકડહોવી આવશ્યક છે. 

 

 

WHO ના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડોક્ટર માઈક રિયાને જણાવ્યું કે, '' આ વર્ષે તો કોરોના મહામારી પર કાબુ મેળવવાનો કોઈ ઉપાય શોધાયો નથી. આપણે સૌ અતિ ભાગ્યશાળી હોઈશું, જો આપણે 2022 સુધીમાં કોરોના મુક્ત થઇ જઈએ. ''

 

 

ડો. રીયાને કીધું કે, '' જો આપણે ગરીબ રાષ્ટ્રોમાં વેક્સીનનો પર્યાપ્ત જથ્થો અપાવ્યો, સોશિયલ ડીસ્ટેસિંગ જાળવીશું અને હોસ્પિટલ્સને જરૂરી મદદ પહોચાડી શકીશું, તો નિશ્ચિતપણે મહામારીનો આ દોર પણ સમાપ્ત થઇ જશે. અને હાઈ વેક્સીનેશન રેટ પણ અતિ આવશ્યક છે. ''

 

 

ડો. રિયાને દુનિયાભરના નેતાઓની ટીકા કરી છે કે, પોતાની વેક્સીનનો ડોઝ ગરીબ રાષ્ટ્રોને વહેચતા નથી. બાળકોએ પણ સરકારને પૂછવાની જરૂર છે કે, તમારો વેક્સીન સ્ટોક અન્ય સાથે કેમ શેર કરતા નથી ? આપણે વેકસીનના મામલે નિષ્પક્ષ થવાની જરૂર છે. 

 

 

વૈઈન કરખોવે પણ જણાવ્યું કે, '' દુનિયાભરના દેશોમાં અત્યારે કોવીડ - 19 ના નવા કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં વૈશ્વિક સ્તર પર 11.5% નો વધારો થયો છે. મોતના મામલામાં 1% નો વધારો થયો છે. 

 

 

ગત સપ્તાહમાં WHO ના 6 માંથી 4 ક્ષેત્રોમાં મૃત્યુદર વધ્યો છે. પશ્ચિમી પ્રશાંતના ક્ષેત્રોમાં 10% મૃત્યુદર વધ્યો છે. સાઉથ - ઇસ્ટ એશિયામાં મૃત્યુદર 12% વધ્યો છે. પૂર્વીય ભૂમધ્યસાગરમાં 4% મૃત્યુદર વધ્યો છે. જયારે આફ્રિકા મહાદ્વીપમાં ઘાતક ટ્રાન્સમિશન વધ્યું છે. 

 

 

જ્યાં -જ્યાં પણ કોરોના વાયરસ વેક્સીન પ્રોટેક્શન તોડી શક્યો છે, ત્યાં માઇલ્ડ કેસમાં ખુબ વધારો થયો છે. હજુ પણ, કોરોનાના નવા વેરીયેંટસ આવી શકે છે. 

 

 

જે લોકો વેક્સીન નથી લેતા, અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન નથી કરતા તે તમામને કોરોનાનો ચેપ લાગવાની વધુ સંભાવના રહેલી છે. ઇન્ટરનેશનલ ટ્રાઈલ પણ જરૂર પડે કરવી પડશે. 

 

 

ડો. રિયાને આગળ જણાવ્યું કે, ઝીરો રિસ્ક જેવું અત્યારે કઈ જ નથી. અત્યારે જોખમ ઓછું કરવા પર જ વિચારવું જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application