કોઇપણ ખાનગી હોસ્પિટલમાં રસી આપી શકાશે

  • March 03, 2021 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે તેની જુદી જુદી આરોગ્ય સબંધિત યોજનાઓમાં સામેલ ન હોય તેવી ખાનગી હોસ્પિટલોને પણ રસીકરણ માટે મંજુરી આપી છે તેમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
કેન્દ્રએ તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર સાશિત પ્રદેશોને જણાવ્યું છે કે, તમામ ખાનગી હોસ્પિટલ કોવિદ વેક્સીનેશન સેન્ટર તરીકે કામ કરે તે જોવું જરુરી છે.

 


ઘણી ખાનગી હોસ્પિટલ આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કેન્દ્ર સરકારની આરોગ્ય સ્કીમ અને રાજ્યના આરોગ્ય વીમા યોજના હેઠળ સામેલ નથી પણ આવી તમામ હોસ્પિટલોને હવે કોવિદ વેક્સીનેશન સેન્ટર તરીકે કામ કરવાની મંજુરી આપવામાં આવી છે. આવી હોસ્પિટલો પાસે પયર્પ્તિ પ્રમાણમાં રસી હોય તે જરૂરી છે. સાથોસાથ રસી સાચવવા માટેની સુવિધા પણ હોવી જરૂરી છે.

 

કેન્દ્ર સરકાર રૂપિયા 210માં રસી ખરીદે છે અને રૂપિયા 250માં વેચે છે: ચૌહાણનો આરોપ

 


પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ એ કેન્દ્ર સરકાર પર એવો આરોપ મૂક્યો છે કે સરકાર દ્વારા કોરોનાવાયરસ વિરોધી રસી એક ડોઝ ના રૂપિયા 210 ના ભાવે ખરીદવામાં આવી રહી છે અને આમ જનતાને તે રૂપિયા 250 માં વેચવામાં આવી રહી છે. દેશની ખાનગી હોસ્પિટલોમાં રસી ના ચાર્જ વસૂલવા માટે કેન્દ્ર સરકારે જે મંજૂરી આપી છે તેની સામે પણ કોંગ્રેસના નેતાએ સવાલો ઉભા છે અને તેને ગેરવ્યાજબી પગલું ગણાવ્યું છે અને તેને પ્રજાવિરોધી નિર્ણય ગણાવીને આકરી ટીકા કરી છે.
એમણે એમ કહ્યું છે કે પ્રથમ ચરણના રસીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ 210 ના એક ડોઝ ના ભાવે 1.65 કરોડ જેટલા ડોશ ખરીદવામાં આવ્યા હતા પરંતુ આમ જનતાને તે રૂપિયા 250 ના ભાવ માં આપવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ કેટલાક નેતાઓએ લોકો પાસેથી ચાર્જ વસૂલવા ના નિર્ણય ની સામે વાંધો લેવામાં આવ્યો હતો અને તેની આલોચના પણ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS