જામનગરમાં યોજાયો અભૂતપૂર્વ "હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો - ૨૦૨૩" ચાર દિવસીય મેળામાં કુલ અંદાજિત ૭૦ હાજરથી વધુ લોકોએ કરી મલાકાત... 

  • March 24, 2023 06:05 PM 

અભિનવ મેળાથી સૌ કોઈ બન્યા “સ્વાસ્થ્ય અને શ્રીધાન્યથી પરિચિત” 


ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા કરાયું સુંદર આયોજન...


જામનગરમાં ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડરિસર્ચ ઇન આયુર્વેદ ITRA દ્વારા ચાર દિવસીય "હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો - ૨૦૨૩"નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન સવારે ૧૦ વાગ્યા થી રાત્રીના ૯ વાગ્યા સુધી દબદબાભેર યોજાયેલા આ એક્સ્પોમાં કુલ અંદાજિત ૭૦ હજારથી વધુ લોકોએ મુલાકાત કરી હતી. 

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘને મિલેટ્સ જાડા ધાન્ય માટે એક પ્રસ્તાવ કર્યો હતો જેના પ્રતિઘોષ સ્વરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ચાર તરીકે ઉજવણી જાહેર કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વ હાલ જયારે આ ઉજવણીનો હિસ્સો બની રહ્યું છે ત્યારે જામનગર સ્થિત આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ITRA દ્વારા સ્વાસ્થ્ય અને શ્રીધાન્યામિલેટ્સ)ને જોડી ઇતિહાસમાં સૌપ્રથમ વખત આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લોકો દ્વારા વિવિધ પ્રકારના મિલેટ્સનો ઉપયોગ પોતાના રોજિંદા જીવનમાં કરે અને તેને સ્થાન આપે તે હેતુ જોડાયેલો હતો. આ એક્સ્પો વિશાળ અર્થમાં લોકોની વિવિધ જીવન શૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી સ્વાસ્થ્યને મજૂબત કરવા અર્થે આયોજિત કરવામાં આવ્યો હતો. 


અહીં મુલાકાતીઓને વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ, પ્રકૃતિ પરીક્ષણ અને તદનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસનું માર્ગદર્શન, ઓડિયો- વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, ઘર આંગણાની ઔષધીઓનો પરિચય તથા તેનો ચિસિાકિય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ અંગેનું મરદર્શન, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ દવાઓ, આયુર્વેદ ફૂડ ફેસ્ટિવલ અને ખાસ કરીને મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ તૈયાટ કરવામાં આવ્યા હતા જે મુલાકાતીઓને પુષ્કળ ઉપયોગી સાબિત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ખાણીપીણીના સ્ટોલ સિવાયની તમામ સુવિધા વિનામૂલ્યે રહી હતી. 


આબાલવૃધ્ધ સૌ કોઇ માટે કઈને કંઇ ઉપયોગી માહિતી અને જાણકારી ચિત્રો, ચાર્ટ, ઓડિયો-વિડીયો પ્રસ્તુતિ વડે આપવામાં આવી હતી. આ મેળામાં મુલાકાતીઓએ ૧લાખ ૮૦હજારથી વધુ પેમ્પલેટ્સ મેળવી વિગતો પ્રાપ્ત કરી હતી. આ ચાર દિવસ ચાલેલા હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પોમાં કુલ ૫૮૧૪ દર્દીની (૨૮૯૩ પુરુષ ૨૯૨૧ સ્ત્રી) આરોગ્ય તાપસ કરવામાં આવી હતી, જયારે ૨૬૨૯ લોકોના બ્લડ સુગરની તાપસ કરવામાં આવી હતી. તમામ દરદીઓને વિનામૂલ્યે તમામ દવાઓ(ઔષધ) ઉપલબ્ધ કરવામાં આવી હતી. 


વિનામૂલ્યે ઔષધિના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તે અંતર્ગત કુલ ૫૮૦૦ લોકોએ તેનો લાભ લીધો હતો. બાળકો માટે ખાસ પ્રકારની આરોગ્યપ્રદ વાનગી તૈયાર કરી વિનામૂલ્યે આપવામાં આવી હતી જેનો લાભ દરપ બાળકોએ લીધો હતો. કુલ ૨૪૮૬ લોકોએ વિવિધ પરીક્ષણ કરાવ્યું હતું જેમાં ૮૫૫ લોકોએ પ્રકૃતિ પરીક્ષણ, ૭૪૬ વોકીએ નાડી પરીક્ષણ, ૭૦૨ લોકોએ અગ્નિ પરીક્ષણ અને ૧૮૩ લોકોએ બળ પરીક્ષણ કરાવી પોતાના સ્વાસ્થ્યને સમજવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૦૪ લોકોએ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા ઘ્વાઓ વિનામૂલ્યે મેળવી હતી. ૯ જેટલા વિવિધ પ્રકાટના ૨૨,૮૦૦ કપ સ્વાસ્થ્ય સભર પીણાં પીરસવામાં આવ્યા હતા. તેમજ મલ્ટી મિલેટ્સ લાડુ ૧૧૦૦ મહિલાઓએ મેળવ્યા હતા. કુલ ૧૫૫૦ મુલાકાતીઓને સ્વાસ્થ્ય સભર મિલેટ્સ આધારિત ભેળ આપવામાં આવી હતી. આ આરોગવાની સાથે મુલાકાતીઓએ પોતાના આરોગ્યને બળવત્તર બનાવ્યું હતું. 


આ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળામાં હજારો લોકોએ પ્રત્યેક સ્ટીલ પાર યોજાયેલા પ્રદર્શન, ચિત્રો અને રૂબરૂ માર્ગદર્શનને નિહાળ્યું હતું. વાઈવ યોગા વિભાગમાં પણ અનેક સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક લોકોએ યોગ શીખવાનો પ્રયાસ કર્યો હતો. મુલાકાતીઓએ વિનામૂલ્યે માહિતીપ્રદ માહિતીથી ભરપૂર પત્રિકાઓ હોંશભેર મેળવી અને વાંચન-પન જાણકારી મેળવી હતી. વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન પાર લોકોએ આયુર્વેદની વાતને અનુલક્ષીને રજૂ થતી ડોક્યુમેન્ટરી, ફિલ્મ અને માહિતીસભર ચલચિત્રોનો લાભ લીધો હતો. ચાર દિવસની આ મેળામાં જામનગરની ૭ જેટલી શાળાઓના બાળકોએ પણ ૨૩૬૮ સંખ્યામાં મુલાકતી બન્યા હતા. 


હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો-2023 એ આયુર્વેદ અને મિલેટ્સ થકી સ્વાસ્થ્ય સક્ષમ કરવાના નવીન દ્રષ્ટિકોણથી અત્યાર સુધીનું સૌપ્રથમ આયોજન બની રહ્યું છે. આયુર્વેદ વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંરક્ષણ અને રોગોના મૂળગામી ઉપચાર માટે મહત્વનો ફાળો આપે છે. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત, પ્રભાવી, સરળ, સસ્તા, ધરગથ્થુ ઉપચારો, આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન તથા ખેડૂતો માટે લાભદાયક નીવડે એ હેતુને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મેળો આયોજિત હતો. 

સામાન્ય રીતે આ એક્સ્પો સર્વે જનતા માટે વિશેષ કરીને ગૃહિણી, વિધાર્થીઓ, યુવાનો, ખેડૂતો, ઔષધિઓની વાવણી કરવા તથા આયુર્વેદ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ ધડવા માટે ઇચ્છુકો, વૈધો અને ફાર્માસીસ્ટ તેમજ આરોગ્ય પ્રત્યે સતત જાગરૂક રહેનાર લોકો માટે લાભકારી સાબિત બની રહ્યો હતો. 

આ એક્સ્પોમાં મિલેટ્સ આધારિત ખાણીપીણીની વૈવિધ્યસભર વાનગીઓને આકાર આપવામાં આવ્યો હતો. 


મિલેટ્સ-જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્યને વધુ મજબૂત કરી શકાય છે તેને કેન્દ્રવર્તી બનાવી આઈ.ટી.આર.એ.ના ફાર્મસીના ૨૨૫ વિધાર્થી દ્વારા પ્રાથમિક તબ્બકે કુલ ૫૦૦ જેટલી વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાંથી ૨૦૦ જેટલી વાનગી છણાવટ કરી તેને લાઈવ તૈયાર કરવામાં આવી હતી બાદમાં તેમાંથી ૮૬ વાનગીને તજજ્ઞો દ્વારા પસંદ કરી મુલાકતીઓને ઉપલબ્ધ બને તે હેતુ માટે તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત ૮૦ જેટલી પેકેટ ફૂડ આઇટમ પણ મિલેટ્સ આધારિત બનાવી લોકોના સ્વાદ અને સ્વાસ્થ્ય સંગમ માટે વાનગીઓ બનાવવામાં આવી હતી. આ તમામ વાનગીઓમાં આયુર્વેદ અને મિલેટ્સના ગુણોને જોડવામાં આવ્યા હતા 

આ વાનગીઓમાં મિલેટ્સ આધારિત સૂપ, સ્ટાર્ટર, મેઇનકોર્ષ, સ્નેક્સ, સ્વીટ્સ, ડેઝર્ટ, હોટ-કોલ્ડ ડ્રિક્સ અને આઇસ્ક્રીમ જેવી કેટેગરીમાં તૈયાર કરવામાં આવી હતી. 

વિવિધ વાનગીઓમાં રાગી પાપડી ચાટ, મિલેટ્સ દહીંવડા, રાગી-જુવાર-બાજરા ખીચું, મિલેટ્સના ચિલ્લા, મિલેટ્સ પેન કેક, જૂવારના પીઝા, મલ્ટી મિલેટ્સ થેપલા, મિલેટ્સ નાયોઝ, મિલેટ્સની વિવિધ ખીયડી, સરગમના જાંબુ, મિલેટ્સ લાડુ, મિલેટ્સ ફાલુદા, મિલેટ્સ રબડી, મિલેટ્સના વિવિધ ડ્રિક્સ અને સ્મૂધીઝ, ઉષીરાદી પાનક, અમૃત પાનક, ફેનુગ્રીક કોફી, કલિંગમ અદ્રક મોજીતો, સત્તુ સરબત, કોરિએન્ડર કોકટેલ, મેધ્ય મિલક શેક, કો-રા ડ્રિન્ક, ઠંડાઈ, રાગી- બનાના સ્મૂધીઝ, કોકમ પાનક, વૃક્ષમાલા પાનક, લેમન-વરિયાળી શિકંજી, સ્કિન ગ્લો શોટ્સ, મસાલા પફ, મોમોસ, આયુ પિઝા, રાગી ઇડલી, મિલેટ્સ પૂડલા, મિલેટ્સ થાળી, ભેળ, મિલેટ્સ ઉત્તપમ, મિલેટ્સ પાણીપૂરી, મિલેટ્સ ટિક્કી, મોરિંગા સૂપ, કોડા ખીચડી, પ્રોટીન ચાટ, મિલેટ્સ આધારિત ગરમ અને ઠંડી ચા-કોફી, અને મિલેટ્સનો આઇસ્ક્રીમ પણ વિધાર્થીઓ દ્વારા પૌરાણિક સંદર્ભો અને આધુનિક પાકશાસ્ત્રનું સંયોજન કરી બનાવવામાં આવ્યા હતા. વધુમાં પેકેટ ફૂડ આઇટમ્સમાં ખાખરા, બિસ્કિટ, કૂકીઝ, બરફી, ફરસાણ સહિતની ૮૦ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યસભર વાનગીને આકાર આપવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ વખત આ પ્રકારનો હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો યોજાયો હતો ત્યારે વાનગી પ્રત્યે દીવાનગી' ધરાવનારા લોકો માટે અભૂતપૂર્વ લ્હાવો બની રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application