કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગુજરાતને કોરોના સામે લડવા કોઇ ગ્રાન્ટ આપી નથી

  • August 01, 2020 10:46 AM 902 views


કેન્દ્રીય મંત્રાલયે ગુજરાતને માસ્ક, પીપીઇ કીટસ, દવાઓ અને વેન્ટિલેટર આપ્યાં હોવાનો આરટીઆઇના જવાબમાં ખુલાસો

ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે લડવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાય સરકારને કેટલી ગ્રાન્ટ કે આર્થિક મદદ કરી છે તેવા પ્રશ્નના જવાબમાં ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કેન્દ્રના આ મંત્રાલયે ગુજરાતને કોઇ ગ્રાન્ટ આપી નથી, માત્ર કોરોના સામે લડવા માટેના સાધનો આપ્યાં છે.


આરટીઆઇ સંશોધન કર્તાએ પ્રા થયેલા જવાબમાં આ ખુલાસો થયો છે તેમ છતાં રાય સરકારના આરોગ્ય વિભાગનો દાવો છે કે કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે ગુજરાતને તમામ સહાય કરી છે. ગુજરાતમાં માર્ચ મહિનાના મધ્યથી કોરોના સંક્રમણના કેસો વધવાના શ થયા હતા અને આજે ચાર મહિનામાં આ કેસોની સંખ્યા ૬૧૦૦૦ કરતાં વધી ગઇ છે.


કેટલીક સામાજીક સંસ્થાઓને એવો સવાલ થયો છે કે ભારત સરકારના આરોગ્ય વિભાગે રાયોને કોરોના સામે લડવા કેટલી આર્થિક મદદ કરી છે. એક સ્વૈચ્છિક સંસ્થાએ જૂન મહિનામાં વડાપ્રધાનની કચેરીમાં માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરીને અરજી કરી હતી. આ અરજીને સીધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં તબદિલ કરી દેવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાયોને કોવિડ સામે લડવા માટે ટેકો આપી રહ્યું છે.


જો કે આરોગ્ય મંત્રાલય તરફથી આરટીઆઇમાં જે જવાબ મળ્યો છે તે ચોંકાવનારો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના સામે લડવા માટે રાય સરકારને કોઇ ભંડોળ અને અનુદાન આપ્યું નથી પરંતુ વ્યકિતગત સુરક્ષાના સાધનો આપ્યાં છે જેમાં પીપીઇ, માસ્ક અને વેન્ટીલેટરનો સમાવેશ થાય છે.


આરટીઆઇના જવાબમાં ખુલાસો થયો છે કે કેન્દ્રીય મંત્રાલયે ૨૦ લાખ એન–૯૫ માસ્ક, ૯.૩૮ લાખ પીપીઇ કીટસ, ૮.૫ લાખ હાઇડ્રોકસાઇકલોરોકિવન ગોળી અને ૧૫૦૪ વેન્ટિલેટર આપ્યાં છે. એટલે કે હકીકતમાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગુજરાતને જૂન સુધીમાં આટલી મદદ કરી છે.


ભારત સરકારે ત્રીજી એપ્રિલ ૨૦૨૦ના રોજ ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રકશન એન્ડ ડેવલપમેન્ટ બેન્ક પાસેથી માસ્ક, પીપીઇ કીટસ, પ્રયોગશાળા, ઉપકરણો અને ચિકિત્સા સુવિધા ઉપરાંત સ્ટાફની ભરતી કરવા માટે ૭૭૦૦ કરોડ પિયાની લોન લીધી છે જેમાં વિશિષ્ટ્ર હોસ્પિટલો, બેડસ, ડેટા મેનેજમેન્ટ અને લોકજાગૃતિની બાબતોનો પણ સમાવેશ થાય છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application