18 વર્ષથી રાહ જોવતા ટ્રેકનું કામ હવે આખરે પૂરું થવા આવ્યું, હરિદ્વાર પહોંચવું બનશે સરળ

  • May 26, 2024 08:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોસ્ટ અવેઇટેડ દેવબંદ-રુરકી રેલ્વે લાઇનનું નિર્માણ કાર્ય હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં તે પૂર્ણ થવાની ધારણા છે. આ 27.45 કિલોમીટર લાંબી રેલ્વે લાઇનના નિર્માણથી નવી દિલ્હીથી હરિદ્વાર સુધી ટ્રેનમાં મુસાફરી કરવામાં એક કલાકનો સમય બચશે. દેવબંદ-રુરકી રેલ્વે બનાવવાની જાહેરાત લગભગ 18 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ, જાહેરાતના ઘણા વર્ષો પછી પણ તેના પર કામ શરૂ થયું ન હતું. ત્યારબાદ કોરોનાના કારણે આ લાઇનના નિર્માણમાં અવરોધ આવ્યો અને વર્ષ 2021માં તે સમયસર બની શકી નહીં.
​​​​​​​


દેવબંદ-રુરકી રેલ્વે લાઇનના નિર્માણ કાર્યમાં છેલ્લા પાંચ મહિનામાં સારી પ્રગતિ થઈ છે. યુપીમાં આ રેલ્વે ટ્રેકની લંબાઈ 17 કિલોમીટર છે અને ઉત્તરાખંડમાં તે 10 કિલોમીટર છે. આ રેલવે લાઇન યુપીના સહરપુર જિલ્લાના 14 ગામોમાંથી પસાર થશે. હરિદ્વાર, ઉત્તરાખંડના 11 ગામના ખેડૂતો પાસેથી 51 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે.



હાલમાં દિલ્હીથી હરિદ્વાર ટ્રેન મુઝફ્ફરનગર, ટપરી અથવા સહારનપુર થઈને જાય છે. ટપરી અને સહારનપુર મુખ્ય રેલ્વે માર્ગ છે. આ માર્ગ પર ઘણા વળાંક આવે છે. જેના કારણે અહીં ટ્રેન ધીમી ચાલે છે. દેવબંદથી રૂરકી વાયા ટપરીનું અંતર 60 કિમી છે અને સહારનપુરથી રૂરકીનું અંતર 76 કિમી છે. ટ્રેન લગભગ અઢી કલાકમાં આ અંતર કાપે છે. દેવબંદ રેલ્વે સ્ટેશનથી રૂરકી સુધીનો સીધો રેલ માર્ગ નિર્માણ થવાથી, અંતર 27.45 કિલોમીટર ઓછું થશે, જ્યારે ટ્રેનની ગતિ પણ વધશે. જેના કારણે દિલ્હીથી હરિદ્વાર જવા માટે લગભગ એક કલાક ઓછો સમય લાગશે. આ સાથે દિલ્હીથી દહેરાદૂન ટ્રેનમાં જવાનો સમય પણ બચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News