રાજકોટમાં પાંચ ઈંચ, મોસમનો કુલ વરસાદ ૨૧ ઈંચ

  • July 26, 2021 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં રવિવારે અષાઢી મેઘસવારીનું આગમન થયું હતું અને બપોરે બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ બાદ સતત ધીમીધારે વરસાદ ચાલુ રહેતા રાત્રીથી સવાર સુધીમાં વધુ એક ઈંચ સહિત કુલ પાંચ ઈંચ પાણી વરસ્યું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ ૨૧ ઈંચ થયો છે. ફકત પાંચ ઈંચ વરસાદમાં જ રાજકોટ જળબંબાકાર થઈ ગયું હતું અને ચોમેર પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં સાત સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને પાંચથી વધુ સ્થળોએ પાણી ભરાયાની ફરિયાદો મળી હતી. વરસતા વરસાદે મેયર ડો.પ્રદીપ ડવ મોન્સૂન કન્ટ્રોલરૂમ ખાતે પહોંચ્યા હતા અને ફરિયાદોનો નિકાલ કરાવ્યો હતો. રવિવારની રજાના દિવસે જોરદાર વરસાદ આવતા શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા હતા અને ન્હાવા નીકળી પડયા હતા જેના કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિકજામના ધ્શ્યો જોવા મળ્યા હતા.

 

 

મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૨૦ મીમી (૫ ઈંચ) વરસાદ વરસ્યો હતો અને આ સાથે મોસમનો કુલ વરસાદ ૫૨૬ મીમી (૨૧ ઈંચ) થયો હતો. યારે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૧૨૪ મીમી (૫ ઈંચ) વરસાદ વરસ્યો હતો અને મોસમનો કુલ વરસાદ ૪૫૯ મીમી (૧૮ ઈંચ) થયો હતો. યારે ઈસ્ટ ઝોનમાં ૯૪ મીમી (૪ ઈંચ) અને મોસમનો કુલ વરસાદ ૪૭૬ મીમી (૧૯ ઈંચ) થયો હતો.

 


સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ૭થી વધુ ફરિયાદો મળી હતી જેમાં મવડી વિસ્તાર, એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી, ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં મહારાજા એપાર્ટમેન્ટ, જંકશન પ્લોટ શેરી નં.૧૫, કાલાવડ રોડ પર લીંબુડીવાડી મેઈન રોડ પર, એસ્ટ્રોન ગાર્ડન પાસે, શારદાબાગ પાસે સહિતના સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

 


વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત પાણી ભરાયાની ફરિયાદો નોંધાઈ હતી જેમાં  મનહર પ્લોટ અને વિજય પ્લોટ વચ્ચેના વોંકળામાં પાણી ભરાયા હતા અને તેમાં એક રિક્ષા ફસાઈ હતી જેને બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત પોપટપરામાં ભરાયેલા પાણીમાં ભેંસો ફસાઈ ગઈ હતી જેને પણ બચાવાઈ હતી. આ ઉપરાંત કોઠારિયા હુડકો વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદો મળી હતી. યારે જામનગર રોડ પર સંજરી મસ્જિદમાં પાણી ભરાયાની ફરિયાદ મળી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS