આવ્યો બાઘો અને ભાગ્યો ભોગીલાલ, ગોકુલધામવાસીઓનાં પ્લાન ઉપર ફળી વળ્યું પાણી

  • March 12, 2021 01:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તારક મહેતા કા ઉલટા ચશ્માંના જેઠાલાલ અને ગોકુલધામવાસીનો ભાંડો ભોગીલાલની સામે ફૂટી ગયો છે. ભોગીલાલને ખબર પડી ગઈ છે કે જમીન વેચવાનો સોદો નહી પરંતુ તેને ફસાવવામાં આવી રહ્યો હતો. ભોગીલાલને ફસાવવાની યોજના સાચી દિશામાં જઇ રહી હતી અને ગોકુલધામના રહેવાસીઓએ ફેલાવેલી જાળમાં ભોગીલાલ લગભગ અટવાય જ ગયા હતા. સુંદરલાલ જમીન વેચવાનું વચન આપીને જેઠાલાલના પૈસા તેની પાસેથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ અંતિમ ક્ષણે, બાઘાનાં અચાનક આગમનથી આખા પ્લાન ઉપર પાણી ફરી જાય છે. અને ગોકુલધામના રહેવાસીઓનો  પ્લાન ભોગીલાલની સામે ખુલ્લો પડી જાય છે.

ભોગીલાલ તરત જ સજાગ થઈને જેઠાલાલના ઘરેથી તેના સાથીદારો સાથે ભાગી જવાનો પ્રયાસ કરે છે. જેઠાલાલ અને સોસાયટીના તમામ સભ્યો ભોગીલાલનો પીછો કરી તેને પકડવાનો પ્રયાસ કરે છે અને આ સાથે સોસાયટી કમ્પાઉન્ડમાં ભાગદોડ મચી જાય છે.

જેઠાલાલ, સુંદરલાલ અને ગોકુલધામવાસીઓનાં પૂરો પ્લાન નિષ્ફળ જાય છે. જોવાનું હવે એ રહ્યું કે ગોકુલધામના રહેવાસીઓ શું કરશે? શું તેઓ ભોગીલાલને પકડી શકશે? શું તે પૈસા ચૂકવવા માટે સંમત થશે? શું જેઠાલાલને ભોગીલાલ પાસેથી પૈસા મળશે?


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application