દેશમાં આજે ફક્ત છ રાજ્યોમાં ત્રીજું રસીકરણ

  • May 01, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય રાજ્યોમાં અવરોધ, આજે ગુજરાત, યુપી રાજસ્થાન, ઓરિસ્સા અને બંગાળમાં મર્યિદિત લોકોને રસી અપાઇ

 



દેશમાં કોરોનાવાયરસ મહામારી ભયંકર રીતે ફેલાઈ ગઈ છે અને બીજી લહેર ની સામે અનેક રાજ્યો ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે આજથી દેશમાં ત્રીજા રસીકરણનો પ્રારંભ થયો છે પરંતુ રસી ના અભાવે આજે અનેક રાજ્યોમાં રસીકરણ અભિયાન શરૂ થઈ શક્યું નથી અને ફક્ત છ રાજ્યોમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 


18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને રસીકરણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને આજે ફક્ત છ રાજ્યો ગુજરાત ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને રાજસ્થાનમાં મર્યિદિત સંખ્યામાં લોકોને રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને રસી કેન્દ્રો પર લોકો લાઈનમાં લાગી ગયા છે.

 

 


જોકે અન્ય અહેવાલ મુજબ કેરળ પંજાબ અને ઉત્તરાખંડમાં તેમજ આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં ખૂબ જ મર્યિદિત સંખ્યામાં આજે લોકોને રસી આપવામાં આવશે તેવી જાહેરાત મોડે થી કરવામાં આવી હતી. આ તમામ રાજ્યોએ કેન્દ્ર સરકારને એવી જાણ કરી દીધી છે કે અમારી પાસે રસીનો એટલો બધો પુરવઠો નથી કે 18 થી મોટી વયના તમામ લોકોને રસી આપી શકાય.

 

 


મહારાષ્ટ્ર ની હાલત પણ ખરાબ છે અને ત્યાં પણ રસીકરણ અભિયાન આજે શરૂ થઈ શક્યું નથી અને ખાસ કરીને મહાનગરી મુંબઇ માં રસીકરણ કેન્દ્રો જ બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે એમની પાસે રસી નો કોઈ પુરવઠો રહ્યો નથી.

 

 


દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી લોકો લાઈન લગાવે નહીં અને જ્યારે ઉપલબ્ધ થશે ત્યારે બધાને રસી આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓ પૈકી આજે સાત જિલ્લાઓમાં રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને એ જ રીતે રાજસ્થાનમાં પણ 33 જિલ્લાઓમાં થી 10 જિલ્લાઓમાં રસીકરણ કેન્દ્રો પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS