રાજકોટ યાર્ડના બોર્ડની મુદત 8 જુલાઈએ પૂર્ણ

  • July 03, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે ગમે ત્યારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થશે: પેન્ડિંગ કામોના નિકાલની રફતાર તેજ

 


સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેકટર્સની પાંચ વર્ષિય મુદત આગામી તા.8 જુલાઈના રોજ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હવે ગમે ત્યારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. બીજીબાજુ શાસનકાળના અંતિમ દિવસોમાં શાસકો દ્વારા વિકાસકામો તેમજ પેન્ડિંગ કામોના નિકાલની ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

 


રાજકોટ માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગમાં બે બેઠકો વધી હોવાથી અનેક આગેવાનો ચૂંટણી લડવા ઉત્સુક બન્યા છે. તદઉપરાંત નવા કૃષિ કાયદા મુજબ બે ટર્મ કે તેથી વધુ સમયથી પદ ઉપર હોય તેવા ડિરેકટર્સ ચૂંટણી લડી શકશે પરંતુ ચેરમેન-વાઈસ ચેરમેન જેવા પદ પર રહી શકશે નહીં. આવા સમીકરણો વચ્ચે અનેકને ઉજ્જવળ તક દેખાઈ રહી છે. ચૂંટણી લડવા ઈચ્છુક અનેક મુરતિયાઓએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના આંટાફેરા શ કરી દીધા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS