પ્રેમસંબંધમાં વિદ્યાર્થીની હત્યા કરનાર કિશોરીના ભાઈ બાદ અન્ય એક ઝડપાયો

  • February 11, 2020 08:17 PM 97 views

  • સુરત ઉધનામાં પ્રેમસંબંધમાં વિદ્યાર્થીની હત્યા કરનાર કિશોરીના ભાઈ બાદ અન્ય એક ઝડપાયો

પાંડેસરામાં રહેતા વિદ્યાર્થીની પ્રેમસંબંધમાં કિશોરીના ભાઈએ ઉધનામાં હત્યા કરી નાખી હતી. આ હત્યા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે રવિવારે મોડી રાતે કિશોરીના ભાઈને દબોચી લીધો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઉધના પોલીસને સોંપવામાં આવ્યો હતો.બાદમાં ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વિદ્યાર્થીના હત્યા કેસમાં અગાઉ પોલીસે મુકેશ પીંપળેની ધરપકડ કરી હતી. 12 સાયન્સના વિદ્યાર્થી રોહિત બાવીસ્કરની હત્યામાં સામેલ ગણેશ અખાડે નામના યુવકની ઉધના પોલીસે ધરપકડ કરી હતી.પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા અને ધો.12માં અભ્યાસ કરતો રોહિત બાવીસ્કર વિષ્ણુનગર-1 પાસે ટ્યુશનમાં જતો હતો. શુક્રવારે તે ટ્યુશનથી છુટ્યો ત્યારે મુકેશ પીંપળે તેને માથામાં અને પેટના ભાગે ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો. રોહિતને સિવિલમાં લઈ જતાં મોડીરાત્રે તેનું મોત થયું હતું. સીસીટીવી કેમેરામાં કિશોરીનો ભાઈ વિદ્યાર્થી પર હુમલો કરતો હોવાનું સામે આવ્યું હતું.