ભાવનગરમાં રેલવે કોચને આઇસોલેશનમાં ફેરવવાની કામગીરી અંતિમ તબક્કે પહોંચી

  • April 07, 2020 04:09 PM 172 views

સમગ્ર વિશ્વમાં યારે કોરોના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે તેવા સમયે ભારતમાં રેલ્વે પણ પોતાના ખાલી કોચમાં આઇસોલેસન વોર્ડ તૈયાર કરી રહી છે. ભાવનગર રેલવે યાર્ડમા આ પ્રકારે ખાસ કોચ તૈયાર કરાયો છે જેમાં મેડિકલ સ્ટોર પેરામેડિકલ સ્ટાફ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અન્ય કોચોને પણ આઇસોલેશન વોર્ડમાં બદલવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.


ભાવનગરમાં ૧૬ સ્લીપર, ૧૪ જનરલ મળી કુલ ૩૦ કોચોને આઇસોલેશન વોર્ડમાં બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી વેરાવળ, પોરબંદર અને ભાવનગરના કોચિંગ ડેપોના યાંત્રિક વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે. મિડલ બર્થને દૂર કરી કોચને કરેક કમ્પાર્ટમેન્ટને હોસ્પિટલના ખાનગી મ જેવા બનાવવામાં આવી રહ્યાં છે. તેમજ કોચમાં ડોકટરના નિર્દેશાનુસાર સુધારા કરવામાં આવી રહ્યાં છે. કોચમાં બાથમ નજીકના કેબિનનો ઉપયોગ મેડિકલ સ્ટોર અને પેરામેડિકલ માટે કરવામાં આવશે. કોચમાં બે ઓકિસજન સિલિન્ડર તેમજ પ્રત્યેક કેબિનમાં ત્રણ ડસ્ટબિન રાખવામાં આવશે. કોચમાં એક ટોયલેટનો ઉપયોગ બાથમ તરીકે કરવામાં આવશે. બાથમમાં બાલ્ટી, મગ અને બાથ ટૂલ રાખવામાં આવશે. કોચની બારીઓમાં મચ્છરદાની લગાવવામાં આવશે અને કોચમાં સંક્રમણ રોકવા માટે પ્લાસ્ટિકના પરદા લગાવવામાં આવી રહ્યાં છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application