અમદાવાદની તાજ હોટલમાં આરડીએક્સ બોમ્બથી પણ ન તૂટે એવા કાચ લગાવાયા

  • December 04, 2020 10:36 AM 450 views

મુંબઈ પર આતંકવાદી હુમલાની 26/11ની ઘટનાને કોઈપણ ભૂલી શકશે નહિ. તાજ હોટલને આમાં ભારે નુકસાન પણ ગયું હતું અને મોટી જાનહાનિ પણ થઇ હતી. થોડા દિવસો પૂર્વે જ ટાટા ગ્રુપ્ની ધ ઇન્ડિયન હોટલ્સ કંપ્ની લિમિટેડે (આઇએચસીએલ), અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સુરક્ષાના મામલે આ હોટલમાં ઘણી જ તકેદારીઓ રાખવામાં આવી છે. તાજ સ્કાયલાઈનના જનરલ મેનેજર અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે સુરક્ષાના મામલે અમે ઘણાં પગલાં ભર્યાં છે અને એમાં સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ હોટલમાં ગ્લાસ બોમ્બ પ્રૂફ છે એટલે કે કોઈ આરડીએક્સ લગાવીને પણ કાચને તોડી શકશે નહિ.


લગભગ વીસ વર્ષથી તાજ હોટલ સાથે સંકળાયેલા અવીક સેનગુપ્તાએ કહ્યું હતું કે 26/11ની ઘટનાએ આપણને ઘણું બધું શીખવ્યું છે. તાજ હોટલમાં પણ એન્ટ્રી પોઈન્ટથી લઈને તમામ પ્રકારની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે.


તાજમાં સિક્યોરિટીના મામલે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. સામાન, ગાડીઓનું કડક ચેકિંગથાય છે. સીસીટીવી સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. ફાયર સેફટી પણ વધારવામાં આવી છે.
અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શાકાહારી ભોજનનું ચલણ વધુ છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે વેજિટેરિયન માટે અમે અલગ કિચન અને ડાઈનિંગ એરિયા બનાવ્યો છે, જ્યાં માત્ર વેજ ફૂડ જ સર્વ થશે. સામાન્ય રીતે ફાઈવ સ્ટાર હોટલ કે મોટી હોટલ્સમાં વેજ અને નોન-વેજ ભોજન માટે બહુ ઓછી જગ્યાએ અલગ અલગ રસોડા હોય છે. જમવાની જગ્યા એટલે કે ડાઈનિંગ એરિયા તો કોમન જ હોય છે, જ્યાં શાકાહારની સાથે નોન-વેજ ફૂડ પણ પીરસવામાં આવે છે. આને કારણે ઘણા લોકોને તકલીફ પડતી હોય છે. હોટલના એન્ટ્રન્સ પર ક્રિસ્ટલનો આર્ટપીસ બનાવવામાં આવ્યો છે, જેને જોતાં એવું લાગે છે કે ચણિયા- ચોળી પહેરેલી કોઈ યુવતી ગરબા રમી રહી છે અને એની ચૂંદડી હવામાં ઊડી રહી છે.


આ ઉપરાંત અંદર હોટલના સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાનામાં અમદાવાદ શહેરના હેરિટેજ લોકેશન્સના એક સદીથી પણ જૂના ફોટા લગાવવામાં આવ્યા છે. અવીક સેનગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદ ટેક્સટાઈલ માટે જાણીતું છે.


ધ ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનિત ચટવાલે જણાવ્યું કે તાજ સ્કાયલાઇન સાથે, આઇએચસીએલએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે ભારતનું એક અગત્યનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે. આનાથી દેશભરનાં તમામ નોંધપાત્ર વ્યાવસાયિક સ્થળોએ હાજર રહેવાના અમારા લક્ષ્ય વધુ મજબૂત બને છે. આ દ્રષ્ટિએ અમદાવાદ અમારા માટે મહત્ત્વનું માર્કેટ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application