વડોદરાની દુ:ખદ ઘટના: વેક્સિન નહીં આવે ત્યાં સુધી ઘરની બહાર નહી નીકળું કહેનાર વિદ્યાર્થીએ કર્યો આપઘાત

  • January 02, 2021 12:21 PM 1831 views


વૈશ્વિક કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની મહામારીના કારણે અનેક લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. તો અનેક લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કિશોરે કોરોના થઇ જવાની બીકે બહાર નિકળવાનું જ બંધ કરી દીધું હતું. આટલું ઓછું હોય તેમ રસી આવે તેવી શક્યતા નહી લાગતા કોરોનાના ડરને કારણે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે પરિવાર પર આભ ફાટી પડ્યું છે.


સાયન્સમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી ઘરની બહાર નીકળતો ન હતો. તે કહેતો હતો કે, જ્યાં સુધી વેક્સીન નહિં આવે ત્યાં સુધી હું ઘરની બહાર નહિં નીકળું. માંજલપુર પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં રહેતા આવેલી સોસાયટીમાં રહેતા મહેશ (નામ બદલ્યું છે) (ઉં.15) નામના કિશોરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં તુરત જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર પિયુષ ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ છે. ત્યારથી તે ઘરની બહાર નીકળતો ન હતો. પારસ સતત ડિપ્રેશનમાં રહેતો હતો. તે કહેતો હતો કે, જ્યાં સુધી કોરોનાની વેક્સીન નહિં આવે ત્યાં સુધી ઘરની બહાર નીકળું નહિં. આખરે વિદ્યાર્થીએ કોરોનાની મહામારીના ડરથી આપઘાત કરી લઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. માંજલપુર પોલીસે હાલમાં આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application