ત્રણ દિવસથી બધં શેરબજારમાં આજે ૧૩૦૦ પોઈન્ટનો ઉછાળો

  • April 07, 2020 10:36 AM 446 views

  • સેન્સેકસના તમામ ૩૦ અને નિફટીના ૫૦ ઈન્ડેકસનો પોઝીટીવ કારોબાર: ક્રૂડ ઓઈલના ભાવમાં સુધારાને કારણે બજારમાં તેજી ફંકાઈ


ત્રણ દિવસ સુધી બધં રહ્યા બાદ આજે ખુલેલા ભારતીય શેરબજારમાં પ્રારંભે જ ૧૩૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. શનિ–રવિ બધં રહ્યા બાદ સોમવારે મહાવીર જયંતીના તહેવારને લીધે બજાર બધં હતું. યારે આજે ખુલતાની સાથે જ બજારમાં તેજીનો કરટં જોવા મળ્યો હતો. આજે સેન્સેકસના તમામ ૩૦ અને નિફટીના તમામ ૫૦ ઈન્ડેકસ પોઝીટીવ કારોબાર કરી રહ્યા છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૨૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૮૮૮૨ અને નિફટી ૩૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૪૪ ઉપર કારોબાર કરી રહ્યો છે.


શુક્રવારે કારોબારના અંતિમ દિવસે બજાર કડાકા સાથે બધં થયું હતું અને સેન્સેકસમાં ૬૭૪ અને નિફટીમાં ૧૭૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન આજે બજારમાં તેજીના સારા સંકેતો દેખાઈ રહ્યા છે. પાછલા સાહે ક્રૂડ ઓઈલની કિંમત ૧૮ વર્ષના ન્યુનત્તમ સ્તર ૨૧ ડોલર સુધી પહોંચી હતી. તેના મુકાબલે પાછલા એક સાહમાં કિંમતમાં ૪૦ ટકા તેજી આવી હતી. ગુરૂવારે સાઉદી અરબ અને રશિયા વચ્ચે તેલ ઉત્પાદનમાં કાપ મુકવાની સમજૂતિ થઈ શકે છે. આ સંભાવનાને કારણે એપ્રિલમાં સતત ક્રૂડ ઓઈલનો ભાવ સુધરી રહ્યો છે. અત્યારે ક્રૂડ ઓઈલનો ભાવ ૩૪ ડોલર પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે.


આ ઈતિહાસ રહ્યો છે કે યારે યારે ક્રૂડ ઓઈલની કિંમત પર સંકટ બાદ સુધારો થયો છે ત્યારે ત્યારે શેરબજારમાં તેજી નોંધાઈ છે. ગઈકાલે અમેરિકી શેર માર્કેટ સહિત એશિયન બજારોમાં જોરદાર તેજી જોવાઈ હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application