રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં 39 ટકા વરસાદની ઘટ

  • July 18, 2021 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આ વખતે હવામાન ખાતાની આગાહી કરતાં એક સપ્તાહ વહેલુ ચોમાસું બેસી ગયું હતુ તેમજ તૌકતે વાવાઝોડાના કારણે પ્રિ-મોન્સુનમાં પણ દરિયાકાંઠા સહિતના રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છતાં આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ઘણો ઓછો વરસાદ વરસ્યો છે.

 

આમ ગુજરાતમાં આ વર્ષે ગાજ્યા મેહ વરસે નહી જેવો ઘાટ સર્જાયો છે. ગત વર્ષે ૧૬મી જુલાઈ સુધીમાં ગુજરાતમાં ૧૧.૪૭ ઈંચ વરસાદ વરસ્યો હતો, જેની સરખામણીએ આ વર્ષે માત્ર ૬.૯૬ ઈંચ જ વરસાદ વરસ્યો છે. આમ ગત વર્ષ કરતાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩૯ ટકા કરતાં વધુ વરસાદની ઘટ વર્તાઈ છે.

 

ગુજરાતમાં ચોમાસાની આખી સીઝન દરમિયાન છેલ્લા પચાસ વર્ષની સરેરાશ જોઈએ તો ૩૩.૬ ઈંચ જેટલો વરસાદ પડે છે. આમ સિઝનના સરેરાશ વરસાદ પૈકીનો અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨૦.૭૨ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૧૬ જુલાઈ સુધીમાં રાજ્યમાં એવરેજ ૧૧.૪૭ ઈંચ વરસાદ વરસ્યો હતો, જે સિઝનના એવરેજ વરસાદનો ૩૪.૫૩ ટકા વરસાદ થાય છે. આ પહેલાની વાત કરીએ તો વર્ષ-૨૦૧૯ની ૧૬મી જુલાઈ સુધીમાં ૭.૮૦ ઈંચ, ૨૦૧૮માં ૧૧.૮૪ ઈંચ અને ૨૦૧૭માં સૌથી વધુ ૧૨.૧૨ ઈંચ વરસાદ વરસ્યો હતો.

 

આમ આ વર્ષે ચોમાસુ વહેલુ શરૃ થયું છે પરંતુ અત્યાર સુધીમાં રાજ્યમાં પડતો વરસાદમાં ઘણી ઘટ વર્તાઈ છે. બીજી તરફ આગામી પાંચ દિવસ સુધી હજુ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદની ઘટના કારણે ચોમાસા ખેતીપાકને નુકશાની જવાની પણ ભીતિ વર્તાઈ રહી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS