હાઈકોર્ટનાં ફી અંગેના આદેશને રાજ્ય સરકાર અનુસરશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

  • July 31, 2020 06:20 PM 708 views

નામદાર હાઈકોર્ટ દ્વારા શાળામાં ફી માફીનો ઠરાવ રદ કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં શાળા-સંચાલકો અને વાલી વચ્ચે સંતુલન જળવાય રહે તે રીતે નવો ઠરાવ કરીને આગળ વધવા રાજ્ય સરકારને જણાવવામાં આવ્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, હાઈકોર્ટના નિર્ણય મુજબ સરકાર આગળ વધશે.શાળામાં ફીના મુદે અત્યાર સુધીમાં ત્રણ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ મામલે ગુજરાત સરકારને પોતાનો અભિપ્રાય રજૂ કરવા જણાવેલ જેમાં ઓનલાઈન શિક્ષણ અને ફી બે બાબતો પર રાજ્ય સરકારે તેનો અભિપ્રાય રજૂ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા ફી અંગેની જીઆરને રદ કરવામાં આવ્યો છે. બાળકોના શિક્ષણ કાર્યને ચાલુ રાખવુ જોઈએ તેવી લાગણી હાઈકોર્ટ દ્વારા વ્યકત કરવામાં આવ્યું છે.


નજીકના સમયમાં બાકી રહેલા ચુકાદાને ધ્યાનમાં રાખીને સરકાર આગળ વધશે. હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર નિર્ણયો લેશે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારી શકાશે નહીં. પરંતુ મધ્યમ માર્ગ અપનાવીને કોર્ટના ચુકાદા વાલીમંડળ અને શાળા-સંચાલકોને લઈ આગળ વધવાનું નક્કી છે.
ગત તા.૧૩-૪-૨૦ના શાળા સંચાલકો સાથે સમજૂતી થયા મુજબ સપ્ટેમ્બર સુધી વાલીઓ પર કોઈપણ પ્રકારનું ફી માટેનું દબાણ લાવી શકાશે નહીં તે સમજૂતી ચાલુ જ રહેશે.આજે હાઈકોર્ટ દ્વારા શાળા ફી મુદે શિક્ષણ વિભાગના પરિપત્રને રદ કરીને શાળાઓમાં વાલીઓ ઈત્તરક્રિયા માટે ફી વસુલી શકશે નહીં અને જે વાલી પાસેથી ફી વસુલવામાં આવી છે તે ફી સરભર કરવાની રહેશે. તે ઉપરાંત માત્ર શૈક્ષણિક ફી વસુલી શકશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું છે.આ મુદે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું છે. ઓનલાઈન એજ્યુકેશનના મુદ્દે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવામાં આવશે જ્યારે ફીના મામલે શાળા-સંચાલકો/વાલીઓને સાથે રાખીને આગળ વધવામાં આવશે. વાલીઓ માટે સરકાર અહીં જ નિર્ણય કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application