રાજ્ય સરકાર ચણા રાયડા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે: મંત્રીમંડળની બેઠક નિર્ણય

  • January 13, 2021 05:49 PM 946 views

રાજ્યમાં તુવેર ,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીને લઇ ને કેબિનેટમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે અત્યાર સુધીના મગફળી, મકાઇ ડાંગર ની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે. અને આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યના 68,80,000 રેશનકાર્ડ ધારકોને એક કિલો મફત ચણા નું વિતરણ ફેબ્રુઆરી માસમા કરવામા આવશે.
તુવેરની ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે અને તુવેરની ખરીદી 1 લી ફેબ્રુઆરીથી 1લી મે સુધી કરવામાં આવશે. આ માટે 105 માર્કેટિંગ યાર્ડ કેન્દ્ર નક્કી કરી દેવામાં આવ્યા છે ગત વર્ષે 5800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી હતી તો આ વર્ષે 6000 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.


આ સિવાય ચણા ની ખરીદી માટે 1 ફેબ્રુઆરીથી
રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે, 16 ફેબ્રુઆરીથી ખરીદી શરૂ કરવામાં આવશે 90 દિવસ ચાલશે .ગત વર્ષે ટેકાનો ભાવ ચણા માટે ક્વિન્ટલદીઠ રુપિયા 4275 હતો. ચાલુ વર્ષે 5100 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યના 188 માર્કેટિંગ યાર્ડ પરથી ચણા ની ખરીદી કરવામાં આવશે.
હીરાની ખરીદી માટે પણ પહેલી ફેબ્રુઆરીથી પંદર દિવસ માટે રજિસ્ટ્રેશન ની પ્રક્રિયાઓ ચાલશે અને 16 ફેબ્રુઆરી થી 90 દિવસ એટલે કે 16 પાંચ સુધી રાયડા ની ખરીદી કરવામાં આવશે આ માટે 99 માર્કેટિંગ યાર્ડ ના કેન્દ્રો નક્કી કરી દેવામાં આવ્યા છે .ગત વર્ષે રાયડાનો ટેકાનો ભાવ રુપિયા. 4450 નક્કી થયો હતો ચાલુ વર્ષે 4650 નક્કી કરવામાં આવ્યો છે.


આ માટેની નોંધણી પ્રકિયા ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા કરવામાં આવશે તેમજ માર્કેટિંગ યાર્ડ અને નિગમના કર્મચારીઓ પણ તેની નોંધણી કરશે. રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચુકી છે. અત્યાર સુધી 1,08 ,772 ખેડૂતોએ બે લાખ ટન જેટલી મગફળી વેચી છે .જે બદલ 1060 કરોડ ચૂકવવા પાત્ર થાય છે તે પૈકીના 928 કરોડનું ચુકવણું થઈ ચૂક્યું છે આગામી ચારથી પાંચ દિવસમાં મગફળી નું પેમેન્ટ પૂર્ણ કરી દેવાયા આવશે તેમ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે.
તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના ગરીબ પરિવારોને એક કિલો મફત ચણા નું વિતરણ કરવાનો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ફેબ્રુઆરી માસમાં જ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application