રાજય સરકારે વેક્સિન માટે 1.50 કરોડ ડોઝની વ્યવસ્થા કરી

  • April 26, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા18થી 45 વર્ષ ના નાગરિકને કોરોના વેક્સિન ડોઝ આપવાના હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને આ રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટ પણે જણાવ્યુ કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં આગામી 1 મે થી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.

 

 


મુખ્યમંત્રીએ હવે રસીકરણનું આ અભિયાન છે ક જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આવા 18 થી 45 વર્ષની વયના લોકોએ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી કરાવી શકશે અને તેના આધાર ઉપર તેમને રસીકરણ અંગેની જાણ થયેથી રસીકરણ કરાવવાનું રહેશે.

 

 


 કોરોનાથી બચવાનો અમોધ ઉપાય રસીકરણ છે ત્યારે રાજ્યમાં હાલ જે રીતે રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે તે જ રીતે હવે આગામી 1 મે થી 18 થી 45 વર્ષની વયના સૌ કોઈને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે.
આ કોર કમિટીની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ ,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર સહિત સચિવો સંજીવ કુમાર, હારીત શુક્લા ધનંજય દ્વિવેદી અને આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવ હરે ઉપસ્થિત રહ્યા હતા..

 

 


90 દિવસ ડ્રાઇવ ચાલશે.
રાજ્યના 18 થી 45 વર્ષની વય ધરાવતા 3.10 કરોડ લોકોને દૈનિક નવ લાખ લોકોને રસી આપવામાં આવશે.અંદાજે  90 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલશે.  નાગરિકને પ્રથમ અને બીજો ડોઝલીધા બાદ તેની ઈમયુનીટી76થી 80 દિવસમાં આપી શકાશે 90થી94 દિવસમાં ઈમયુનીટી ઉત્પન્ન કરી શકે તેમ છે .હકીકતમાં આ વેકસીન ડ્રાઇવમા કેટલો સમય લાગશે તે રસીની ઉપલબ્ધતા પર આધાર રાખે છે. કેન્દ્ર સરકાર દ્વારા 28મીએ 29મી એપ્રિલ સુધીમાં રસીનો જથ્થો ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ માટે વ્યક્તિ મેટ્રો ની ફોજ તૈયાર કરી દેવામાં આવી છે એક વ્યક્તિને દરેક દિવસમાં આઠ કલાક દરમિયાન 60 લોકોને વ્યક્તિને આપી શકે છે.આ ગણિત ને ધ્યાનમાં રાખી 15000 વેકસીનેટર 6000 સ્થળ પર વેક્સિન આપે તો 9 લાખ લોકોને વેક્સિન આપી શકવાની ગણતરી મુકવાના આવે છે.

 

 

રાજ્યમાં દૈનિક રસી આપવાની ક્ષમતા.
વેકસીનેટર-15000..
વેક્સિન સાઈટ-6000.
આઠ કલાકના 60 ડોઝ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS