પોસ્ટ વિભાગના કર્મચારીઓએ કોરોનામાં પણ બજાવી નિષ્ઠાપૂર્વક ફરજ

  • May 22, 2020 03:03 PM 175 views

પોરબંદર શહેર અને જીલ્લામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓએ કોરોના ના સમયગાળામાં પણ નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી છે.


પોરબંદર જીલ્લામાં ભારતીય પોસ્ટ વિભાગના ૩૪૮ કર્મચારીઓ કોરોના વોરીયર્સ બનીને ફરજ બજાવી રહ્યા છે. પોરબંદર જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારી કચેરી તથા પોસ્ટલ સુપ્રિટેન્ડન્ટ અભિજીત સિંહના સંકલનમાં લોકડાઉનની સ્થિતિએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧પ હજારથી વધુ બહેનોને પ.૮૪ કરોડથી વધુ રકમનું ચુકવણું કરાયુ છે. જેમાંથી ૭ હજારથી વધુ બહેનોને ઘર બેઠા જ ર.૬પ કરોડથી વધુ રકમ ચુકવીને પોસ્ટલ વિભાગના સ્ટા.ે મહત્વની કામગીરી કરી છે.


કોમ્યુનિકેશનના આધુનિક માધ્યમો સામે ટપાલનું મહત્વ પણ જળવાયેલું છે. એક સમય હતો કે, પરિવારથી દુર રહેતા ઘરના કોઇ સભ્ય, પરિવારજનો, મિત્રો, સગા સબંધીઓને જોડવાનું મહત્વનું કામ ટપાલ દ્રારા થતુ હતું. દિવાળી સહિતના તહેવારો પર શુભેચ્છા પત્રો કે જન્મદિવસના પોસ્ટકાર્ડથી સૌ લોકો વાકેફ હશે. દૂર દરાજના બે વ્યકિત કે બે પરિવારને જોડવાનું કામ ટપાલ દ્રારા થતું. સરહદ પર નોકરી કરતો પુત્ર કે પતિ પરિજનોના ટપાલની કેવી આતુરતાથી રાહ જોતા હોય તે એક સમયની ફિલ્મોમાં બખૂબી રીતે પ્રસ્તુત કરાયુ છે. ગુજરાતી સાહિત્યકાર ધૂમકેતુની ટૂંકીવાર્તા 'પોસ્ટ ઓફિસ'માં અલી ડોસો જે રીતે પોતાની પુત્રી મરીયમના ટપાલની રાહ જુએ છે તે વર્ણન એક ટપાલ મેળવવાની ઝંખના દર્શાવે છે.


અત્યારે કોરોના મહામારી દરમિયાન લોકોને સરળતાથી રોકડમાં પૈસા, પાર્સલ, દવા, સહિત મહત્વના કાગળો મળી શકે તે માટે પોરબંદર પોસ્ટ વિભાગના કર્મચારીઓ કાર્યરત છે. પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, છાંયામાં કુલ ૧૦૭ તથા ગ્રામિણ વિસ્તારોમાં ર૪૧ ડાક સેવકો ઘરે ઘરે પહોંચીને સ્પીડ પોસ્ટથી ૩૩૫ દવાના પાર્સલ,  એનેબલ પેમેન્ટસ સિસ્ટમ દ્રારા પોરબંદર ડિવિઝનમાં ૧૫ હજારથી વધુ લોકોને ૧.૩૧ કરોડથી વધુ રોકડ રકમ ચુકવીને મહત્વની કામગીરી નિભાવી છે. કોરોના વોરિયર્સના સન્માનમાં તા. ૧૮ મે ના રોજ સ્પેશ્યલ કેન્સલેશન સ્ટેમ્પનું વિમોચન કરાયુ છે. કર્મચારીઓ લોકડાઉનના નિયમોનું ચુસ્ત પાલન કરે છે. હાથ સેનેટાઇઝ કરે છે. મોઢા પર માસ્ક બાંધે છે તથા બે ગજની દૂરી રાખીને ટપાલ વિભાગના કર્મીઓ મહત્વની કામગીરી બજાવી રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application