મુંબઈ–દિલ્હી રાજધાનીની સ્પીડ વધારાશે: ૧૨ કલાકમાં અંતર કપાશે

  • June 19, 2021 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરારથી સુરત વચ્ચે સેટી વોલ બનાવાની પ્રક્રિયા શરૂ: માર્ચ, ૨૦૨૪માં કામગીરી પૂરીવર્ષ ૨૦૨૪ સુધીમાં મુંબઈથી દિલ્હીમાં ટ્રેન મારફત એક રાતમાં ટ્રાવેલ કરવાનું શકય બનશે. એટલે મુંબઈથી દિલ્હી સુધીનું અંતર લગભગ ૧૨ કલાકમાં પૂં કરવામાં આવશે, એમ રેલવેએ જણાવ્યું હતું. મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈ વચ્ચે દોડાવવામાં આવતી રાજધાની એકસપ્રેસ મારફત પ્રવાસીઓને ૧૨ કલાકમાં પ્રવાસ કરવાનું શકય બનશે. દેશના બંને પાટનગર વચ્ચે લગભગ ૧૬૦ કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવામાં આવશે, એમ રેલવેના વરિ અધિકારીએ જણાવ્યું હતું.

 


કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવાના પ્રસ્તાવિત પ્રોજેકટ માટે પિમ રેલવેએ મુંબઈમાં વિરારથી સુરત વચ્ચે રેલવે ટ્રેકની બંને બાજુ દીવાલ બનાવવાનો નિર્ણય લીધો છે. સેટી વોલ બનાવવામાં આવ્યા પછી રાજધાની એકસપ્રેસને કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવશે. અત્યારના તબક્કે આ ટ્રેન કલાકના ૧૩૦ કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવી રહી છે, યારે બંને પાટનગર વચ્ચે ૧૬ કલાકનો સમય લાગે છે, પરંતુ આગામી વર્ષેામાં ૧૨ કલાકમાં પ્રવાસ કરી શકાશે. માર્ચ, ૨૦૨૪ સુધીમાં પ્રસ્તાવિત પ્રોજેકટનું કામ પૂંરૂ પાડવાનો લયાંક છે. વિરારથી સુરત સુધી રેલવે ટ્રેકની બંને બાજુ સેટી વોલ બનાવ્યા પછી એટલિસ્ટ અન્ય લોકોની અવરજવરથી રોકી શકાશે, તેનાથી ટ્રેનની સ્પીડમાં વધારો થશે.

 


મુંબઈ–દિલ્હી વચ્ચે રાજધાની ટ્રેનને ૧૬૦ કિલોમીટરની ઝડપથી દોડાવવાના પ્રોજેકટ માટે ૧૨૦ કરોડ પિયાની યોજના છે. ચોમાસા પછી આ પ્રોજેકટનું કામ હાથ ધરવામાં આવશે. મુંબઈ ડિવિઝનમાં વિરારથી સુરત વચ્ચે ૧૬૦ કિલોમીટરમાં ટ્રેકની બંને બાજુ દીવાલ બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ કરી છે, યારે ટ્રેનની સ્પીડ વધારવા માટે મોટા પ્રોજેકટ પર કામકાજ ચાલુ છે, જેમાં મોટાભાગનો વિસ્તાર પિમ રેલવેમાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૬૬૬ કરોડના આ પ્રોજેકટમાં તમામ ટસમાં હાઈ સ્પીડ રેલ કોરિડોર તૈયાર કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS