આવતીકાલથી રેષકોર્ષ ગ્રાઉન્ડમાં રાધે રાધેનાં નાદનો ગુંજરાવ સાંભળવા મળશે. રાજકોટ લોહાણા મહાજન આયોજિત ભવ્ય-દિવ્ય અને જાજરમાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન પૂજ્ય જીગ્નેશદાદાના વ્યાસાસને કરવામાં આવ્યું છે. કાલે બપોરે વિરાણી હાઈસ્કૂલ ખાતેથી 108 પોથીજી સાથે વિશાળ પોથીયાત્રા નીકળશે, દરરોજ 10 થી 12 હજાર શ્રોતાઓ કથા શ્રવણ કરી શકે માટે વિશાળ જર્મન ડોમ, બેઠક અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવ્ય આયોજનની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તે માટે લોહાણા મહાજનની સમગ્ર ટીમ સજ્જ બની છે.
કથાના આયોજન અંગે રેસકોર્ષ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારુએ પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે, લોહાણા મહાજન દ્વારા બે વર્ષ પહેલા ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું એજ રીતે આવતીકાલ એટલે કે તા.30થી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પૂ.જીગ્નેશદાદાના વ્યાસાસને આ 108 શ્રીમદ્દ ભાગવત કથાનું ખુબ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આવતીકાલે બપોરે બે વાગ્યે વિરાણી હાઇસ્કુલ ચોકથી 108 પોથીજી સાથે ભવ્ય પોથીયાત્રા નીકળશે જે સરદારનગર મેઇન રોડ, યાજ્ઞિક રોડ, જાગનાથ મહાદેવ મંદિર થઇને રેસકોર્ષ મેદાન પહોંચશે. પોથીજીના સ્થાપન બાદ પૂજન-અર્ચન કરી કથાનો પૂ.જીગ્નેશ દાદાના સ્વમુખે સંગીતમય શૈલીમાં પ્રારંભ થશે. કથા શ્રવણનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ શકે એ માટે જર્મન ડોમ, સુદ્રઢ બેઠક વ્યવસ્થા તેમજ કથામાં આવનાર એકપણ વ્યક્તિ ભૂખ્યો ન જાય એ માટેની મહાપ્રસાદની સુવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 200થી વધુ ભાઈઓ-બહેનોની અમારી સ્વયમ સેવકોની ટિમ ખડેપગે સેવા આપશે.
વધુમાં જણાવ્યું હતું કે, ભાગવત સપ્તાહનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. . તથા દરરોજ કથા વિરામ બાદ મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. રાજકોટના આંગણે પૂ.જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહ થકી કૃષ્ણભકિત કરવાનો અનેરો અવસર આવ્યો છે ત્યારે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ- ટીમ પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહના યાદગાર આયોજન માટે સજ્જ- કટીબધ્ધ છે. કથાના આયોજનમાં અકિલા પરિવારના કિરીટભાઈ ગણાત્રાનો સહયોગ મળી રહ્યો છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ રૂપલબેન રાજદેવ, મંત્રી રીટાબેન કોટક, ખજાનચી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠકકર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, અલ્પાબેન બરછા, અલ્કાબેન પુજારા, નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, ભાવિનીબેન ખખ્ખર, સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ પારેખ-દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech