ભાવનગર નિલમબાગની માટી અને જળ અયોધ્યાના રામમંદિરમાં વપરાશે

  • October 28, 2020 02:04 AM 241 views

જળ અને માટી વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ સંતોને ભાવનગરના રાજવી પરિવાર દ્વારા સોંપવામાં આવી

અયોધ્યા ખાતે નિર્માણ થનાર રામ મંદિરનાં બાંધકામની તૈયારી થઈ રહી છે ત્યારે તેમાં સમગ્ર ભારતનાં પવિત્ર સ્થાનોની માટી અને જળ એકત્રિત કરી અયોધ્યા પહોંચાડવામાં આવનાર છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના મહેલ નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવાનું આ અભિયાન અંતર્ગત નક્કી કરવામાં આવ્યું છે.

આ મુજબ અહીંથી જળ અને માટી વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ સંતોને ભાવનગરના રાજવી પરિવાર દ્વારા સોંપવામાં આવી હતી. 

ભાવનગર સ્ટેટ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેઓ એ અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઈ પટેલને દેશમાં પ્રથમ ભાવનગર રાજ્ય સમર્પિત કરીને રાષ્ટ્ર ભક્તિનું અનુકરણીય કામ કરેલ હોય તેવા સ્થાનની પવિત્ર માટી અને જળ આજ રોજ અર્પણ કરવામાં આવી હતી. આ સમયે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી તેમજ યુવરાજ જયવીરરાજસિંહજી સહિત સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. આ ઉપરાંત ભાવનગરના પૂર્વ સાંસદ રાજુ રાણા પણ હાજર રહ્યા હતા. અહીંથી જળ અને માટીનાં કુંભ સંતોને આપવામાં આવ્યા હતા જે આગામી દિવસોમાં અયોધ્યા મંદિર માટે બનવાયેલી સમિતિને સોંપવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application