મહાપાલિકાના બજેટનું કદ રૂ.2100 કરોડથી વધી જશે

  • March 02, 2021 05:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટૂંક સમયમાં નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળતાની સાથે જ બજેટ રજૂ થશે: ગત વર્ષે બજેટનું કદ 2065 કરોડ હતું: નવા કર પ્રસ્તાવની સંભાવના: ભાજપે ચૂંટણી ઢંઢેરામાં દશર્વિેલા તમામ પ્રોજેકટ બજેટમાં સમાવિષ્ટ કરશે શાસકો: લારી-ગલ્લાધારકો માટે નવા કલાસિફાઈડ હોકર્સ ઝોન બનશે

 


રાજકોટ મહાપાલિકાનું બજેટ માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં રજૂ થઈ જશે. ટૂંક સમયમાં નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળતાની સાથે જ બજેટ રજૂ કરશે. ગત વર્ષે બજેટનું કદ ા.2065 કરોડ હતું. જ્યારે આગામી નાણાકીય વર્ષ 2021-22નું કદ 2100 કરોડથી વધી જશે. મહાપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા ‘સંકલ્પપત્ર’માં દશર્વિેલા તમામ પ્રોજેકટનો શાસકો બજેટમાં સમાવેશ કરશે તેવા નિર્દેશ મળી રહ્યા છે. ખાસ કરીને લારી-ગલ્લાધારકો માટે હાલમાં શહેરમાં 100 જેટલા હોકર્સ ઝોન કાર્યરત છે, જ્યારે હવે વધુ નવા સુવિધાયુકત અને કલાસિફાઈડ હોકર્સ ઝોન બનાવવા શાસકો અને અધિકારીઓ વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ લોકડાઉન અને વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે ચાલુ નાણાકીય વર્ષ લગભગ નિષ્ફળ જેવું રહ્યું છે. મિલ્કત વેરો, વ્યવસાય વેરો, વાહન વેરો સહિતના વેરાઓની આવકના ટાર્ગેટ કોઈપણ સંજોગોમાં પૂર્ણ થઈ શકે તેમ નથી. બીજીબાજુ પગાર સહિતના ખર્ચ યથાવત રહ્યા છે પરંતુ નવા વિકાસકામો પણ થઈ શકયા ન હોય એકંદરે ખર્ચ પણ ઘટયો છે. આમ, આવક અને ખર્ચ બન્ને ઘટતા ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના બજેટનું કદ નિર્ધિરિત રકમ કરતાં નિશ્ર્ચિતપણે ઘટી જશે. ચાલુ નાણાકીય વર્ષના બજેટનું મુળભૂત કદ 2065 કરોડ હતું જે રિવાઈઝડ થતાં લગભગ 1050 કરોડ આજુબાજુ થઈ જશે તેવી સંભાવના છે. સામાન્ય રીતે પ્રતિ વર્ષ ચાલુ નાણાકીય વર્ષનું રિવાઈઝડ બજેટ અને આગામી નાણાકીય વર્ષનું નવું બજેટ બન્ને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી અર્થે એકસાથે મુકવામાં આવતા હોય છે અને આગામી બજેટ પણ એ જ રીતે રજૂ કરાશે.

 


આગામી નાણાકીય વર્ષના બજેટમાં વહીવટીપાંખ તરફથી નવા કર પ્રસ્તાવો રજૂ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. સામાન્ય રીતે એવું થતું હોય કે વહીવટીપાંખ કર પ્રસ્તાવો રજૂ કરે અને ત્યારબાદ વિપક્ષને વિરોધ કરવાની તક ન મળે તેવા હેતુથી શાસકો તે કર પ્રસ્તાવ દૂર કરતાં હોય છે. જ્યારે આ વખતે મહાપાલિકામાં ભાજપ્ને 68 બેઠકો અને વિપક્ષને ફકત ચાર બેઠકો મળી છે આથી મજબૂત વિરોધ થવાની સંભાવના ઓછી રહે છે. તદ્ ઉપરાંત જો આગામી નાણાકીય વર્ષના બજેટમાં કરપ્રસ્તાવ લાગુ કરવામાં ન આવે તો ત્યારપછીના વર્ષ મતલબ કે 2022ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવે છે આથી તે સમયે નવા કરપ્રસ્તાવો નાખવા રાજકીય દૃષ્ટિકોણથી શાસકોને કદાપિ ઉચિત લાગે નહીં. આ સ્થિતિ જોતાં આગામી બજેટમાં નવા કર પ્રસ્તાવો આવી શકે છે અને તે મંજૂર પણ રાખવામાં આવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS