ન્યૂયોર્કમાં સ્થિતિ ગંભીર: ખડકાઈ શકે છે લાશોનો ઢગ

  • March 26, 2020 10:52 AM 294 views

 

  • ટ્રકોને મડદાઘર બનાવવાની તૈયારી શરૂ: શું ન્યૂયોર્ક વુહાન બની જશે? કોરોના વાયરસના સંક્રમણના કારણે ૧૫૦થી વધુ મોત


કોરોના વાયરસના કારણે અમેરિકામાં દરેક બાજુ અફરાતફરીનો માહોલ છે. દરરોજ હજારની સંખ્યામાં સંક્રમણના નવા મામલા સામે આવી રહ્યા છે. ન્યૂયોર્કમાં તો હાલત ખૂબ ખરાબ છે. અહીં શહેરમાં ૩૦ હજારથી વધુ દર્દીઓ છે. દર ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા બેગણી થઈ રહી છે. મીડિયા રિપોટર્સ મુજબ, અહીં કેટલાક દિવસોમાં હજારો લોકોના મોત થઈ શકે છે. જેથી એવામાં કોરોના વાયરસથી થનારા મોતના કારણે લાશોને અલગ સ્થળે રાખવાની તૈયારી ચાલી રહી છે.
ન્યૂયોર્કની અનેક હોસ્પિટલોમાં ટેન્ટ અને રેફિજરેટર ટ્રકોને મડદા ઘર બનાવવામાં આવી રહ્યા છે. ત્યાંના ચીફ મેડિકલ અધિકારીએ કહ્યું કે, સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. ન્યૂયોર્કમાં પહેલા જ ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. આવી જ રીતે કામચલાઉ મડદાઘર ૯૧૧ના હત્પમલા બાદ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, કોરોના વાયરસથી મોત બાદ લાશોને અલગ શબઘરોમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના કારણે તેનું સંક્રમણ વધુ ન ફેલાય. ભારતમાં પણ આવા મોત બાદ લાશોનું પોસ્ટમોર્ટમ નથી કરવામાં આવી રહ્યું. ભારતમાં લાશોને દફનાવવા માટે ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે.
અનેક શહેરોમાં હાલત ખરાબઅમેરિકાના અધિકારીઓ મુજબ, ન્યૂયોર્ક ઉપરાંત નોર્થ કેરોલિનામાં પણ આ પ્રકારના ટેન્ટ અને રેફ્રિજરેટર ટ્રક તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી ૯૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂકયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્કમાં આવનારા દિવસોમાં વેન્ટીલેટરની ઘટ થઈ શકે છે. અમેરિકામાં ૨૦ ટકાથી વધુ દર્દી આઈસીયૂમાં દાખલ છે અને તેમાથી ૮૦ ટકા દર્દીઓને વેન્ટિલેટરની જર પડે છે.
બીજી તરફ, સ્વાસ્થ્ય સંગઠન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પૂરી દુનિયા માટે કોરોના વાયરસનું નવું કેન્દ્ર બની ગયું છે. ચીનના વુહાન બાદ સૌથી વધુ મોત આ શહેરમાં થઈ શકે છે. ન્યયોર્કની વસ્તી લગભગ ૮૦ લાખ છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે ૧૫૦થી વધુ મોત થયા છે. તાજા આંકડાઓ મુજબ, અત્યાર સુધી અમેરિકામાં ૬૫ હજાર લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકયા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application