ટંકારા સખી મંડળની બહેનોએ કોરોના વોરિયર્સ માટે રાખડી મોકલી

  • August 01, 2020 12:53 PM 469 views

મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મોરવી પી.જે. ભગદેવ તેમજ નિયામક, જિલ્લા ગ્રાન વિકાસ એજન્સી  મોરબીનાં ડી. ડી. જાડેજાના માર્ગદર્શન હેઠડ તાલુકા વિકાસ અધિકારી એન. એમ. તરખાલા, હિમાંશુભાઈ દલસાણીયા, યોજના (મિશન મંગળમાં) અંતગર્ત બનેલા સ્વસહાય જુથના બહેનો (સખી મંડળો) દ્વારા રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિતે ૧૦૦૦ (ઍક હજાર) થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવેલ છે. આ રાખડીઓ બાનવવા માટે  (૧) રાધેશ્યામ સખી મંડળ ,હળમતિયા (૨)  શક્તિ સખી મંડળ હળમતિયા (૩) પારુલ મોમાઈ સખી મંડળ ,લજાઈ (૪) મારુતિ સખી મંડળ ,હરિપર (૫) સરસ્વતી સખી મંડળ,હરિપર મળીને કુલ-૫ સ્વ સહાય જૂથો એ આ કપરી પરિસ્થિતિમાં પોતાની નૈતિક ફરજ સમજી ને ૧૦૦૦ (ઍક હજાર) થી વધુ રાખડીઓ તૈયાર કરી આપેલ છે.આ ૧૦૦૦ રાખડીઓ પૈકી ૨૦૦ જેટલી રાખડીઓ જુદા-જુદા સખીમંડળો દ્વારા વિના મૂલ્યે બનાવેલ છે.જે ૨૦૦ રાખડીઓ ટંકારા તાલુકાનાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલાતાલુકા હેલ્થ ઓફિસર , મેડિકલ ઓફિસર ,ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપસ હેલ્થ વર્કર, આશા બહેનો  વગેરે તથા જિલ્લા સંકલન સમિતિના તમામ સભ્યો કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, અધિક કલેકટર અને નિયામક નિવાસી અધિક કલેકટર તથા જુદા-જુદા અધિકારીઓએ આ કોરોનાના સમયમાં કરેલ કામગીરીમાં તેમના આરોગ્યની રક્ષા માટે આ બહેનોએ એક બહેન તરીકે તમામને ભાઈ/બહેન માનીને એક મનોબળ પૂરું પાડવા માટે આ રાખડીઓ મોકલી આપેલ છે.આ કામગીરીમાં ટંકારા તાલુકા પંચાયત-કચેરીના  તાલુકા વિકાસ અધિકારી એન.એમ. તારખાલા તથા  જી.એમ.પંડ્યા, મેહુલ ફેફર, બોક્ષાભાઈ, બેન્ક સખીઓ તથા સમગ્ર ટિમના સહયોગથી આ કામગીરી કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application