પોરબંદરમાં ઇદ–ઉલ–અદહાની સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

  • August 01, 2020 02:38 PM 388 views

  • પોરબંદરમાં ઇદ–ઉલ–અદહાની સાદગી પૂર્ણ ઉજવણીસુન્ની મુસ્લીમોના ગઢ સમા પોરબંદર ખાતે આજે ઇદ–ઉલ–અદહાની સાદગીપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવેલ. ઇદ નીમીતે ઇદગાહ પર ચાર લોકોએ ઇદની વિશેષ નમાઝ પઢેલ. હાફીઝ સૈયદ સઆદતઅલીબાપુએ નમાઝ પઢાવેલ અને તેમની પાછળ મુફતી મુઝમ્મીલ ગોડીલ, હાફીઝ વાસીફ રઝા, મૌલાના મુસ્તફા રઝા (પ્રિન્સીપાલ દારૂલ ઉલુમ ગૌષે આઝમ) એ નમાઝ પઢેલ અને ત્યારબાદ ખુત્બાશરીફ, સલામ અને દુઆકરવામાં આવેલ. સુન્ની અંજુમને ઇસ્લામ દ્રારા પૂર્વઉપપ્રમુખ હાજીઇબ્રાહીમભાઇ સંઘાર, પૂર્વસેક્રેટરી આરીફભાઇ ડી. સુર્યા, યુનુસખાન પઠાણ, હાસમભાઇ લાંગા ઉપસ્થિત રહેલ. કમલાબાગ પો.સ્ટેશન દ્રારા બે મહીલા કોન્સ્ટેબલએ હાજરી આપી બંદોબસ્ત જાળવેલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application