અમદાવાદ : દુકાનદારે સિગારેટ ન આપતા દુકાન અને મકાનમાં ચાંપી આગ, ઘરનો સામાન બાળીને ખાખ

  • January 05, 2023 06:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટ્રો સીટી અમદાવાદમાં એક ચોંકાવનરાઓ કિડ્ડો સામે આવ્યો છે, શહેરના નરોડા વિસ્તારમાં રહેતા અમિતભાઈ મંગનાણી તેમના માતા-પિતા તથા ભાઈ સાથે રહે છે અને ઠક્કરનગર પોસ્ટ ઓફિસની બાજુમાં જયશ્રી મહાકાલ નામથી પાનનો ગલ્લો ધરાવી વેપાર કરે છે. પાનના ગલ્લાની પાછળ એક મકાન આવેલું છે, જે મકાનમાં તેઓ ક્યારેક દુકાને મોડું થઈ જાય તો રહેવા અને સુવા માટે ઉપયોગમાં લે છે. ગઈકાલે બે વાગ્યાની આસપાસ તેમનો મિત્ર તેમને મળવા માટે આવ્યો હતો.


જેથી અમિતભાઈ તેમના મિત્ર સાથે પાનના ગલ્લાની પાછળવાળા મકાનમાં બેઠા હતા. તે વખતે ઠક્કરનગર બગીચા ગલી ખાતે રહેતો અનિકેત ખેરનારે તેમના  ઘર પાસે આવી સિગારેટની માંગ કરી હતી. જે બાદ અમિતભાઈએ ગલ્લો બંધ થઈ ગયો છે તું ઘરે જા એવું કહેતા અનિકેત ઉશ્કેરાયો અને અમિતભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં તમે આ મકાનમાં શું કરો છો તમે ભેગા થઈ ભુવા ધુણાવો છો બધાની બલી ચઢાવો છો તેમ કહી ગાળો બોલી બબાલ કરવા લાગ્યો હતો. જેથી અમિતભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી.


ઘટના બાદ અમિતભાઈ તેમના નરોડા ખાતેના ઘરે જતા રહ્યા હતા અને સુઈ ગયા હતા. બાદમાં થોડા સમય પછી ગીરીશભાઈ નામના વ્યક્તિનો અમિતભાઈ ઉપર ફોન આવ્યો હતો કે, તારા ઘરમાં આગ લાગી છે અને અનિકેત ત્યાં ઉભો છે.


આગ લાગવાના કારણે અમિતભાઇના ઘરમાં ડબલ બેડનો પલંગ, ગાદલા, રજાઈઓ, લાકડાનો કબાટ, વાયર, ઘરનું મીટર, ટીવી, આગમાં બળી ગયો હતો. જેથી ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ ત્યાં આવી હતી અને આગ બુઝાવી દીધી હતી. અમીતભાઇએ સમગ્ર બાબતે લઈને અનિકેત ખેરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application