છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાથી મોતમાં ૧૮૫ ટકાનો વધારો

  • May 04, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેર અત્યતં ઘાતક, સંક્રમણ ૮૨ ટકા વધી ગયું, વૈજ્ઞાનિકોનો અભ્યાસ



દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર અત્યતં ઘાતક પુરવાર થઇ છે અને વૈજ્ઞાનિકોએ કરેલા એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે કોરોનાવાયરસ ની બીજી લહેર માં દેશમાં મૃત્યુમાં ૧૮૫ ટકા જેટલો ભયંકર વધારો થયો છે. દેશ માટે બીજી લહેર અત્યતં વિનાશક પુરવાર થઇ રહી છે.

 


ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે બીજી લહેર દરમિયાન છેલ્લા ૧૪ દિવસથી દેશમાં દરરોજ ૩ ૪૧૭ લોકો ના મૃત્યુ થઈ રહ્યા છે. દેશના અનેક રાયોમાં મૃત્યુની સંખ્યામાં ભયંકર વધારો થયો છે અને જેમાં મહારાષ્ટ્ર્ર સૌથી ટોપ પર રહ્યું છે.

 


ચાર સાહ પહેલા દેશમાં દરરોજ ૭૮૦ અથવા તો ૭૯૦ લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા પરંતુ છેલ્લા ૧૪ દિવસમાં દેશમાં મૃત્યુની સંખ્યામાં કંપારી જનક વધારો થયો છે. જો કે દેશમાં બીજી લહેર અંગે વૈજ્ઞાનિકોના અનુમાન પણ ઐંધા પડી રહ્યા છે અને તેમણે કરેલી આગાહી કરતાં વધુ ભયાનક પરિસ્થિતિ દેખાય છે .

 


લાનસેટ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ ના અહેવાલ મુજબ જૂન માસમાં દેશમાં દરરોજ અઢી હજારથી વધુ લોકોના મૃત્યુ થવાનો ખતરો દર્શાવવામાં આવ્યો છે યારે ૨૭મી એપ્રિલ ફ્રીજ ભરતી ની સંખ્યા માં ભયંકર વધારો થઇ ગયો હતો અને દરરોજ ત્રણ હજાર જેટલા લોકોના મૃત્યુ થઈ ગયા હતા.

 


અહેવાલમાં જણાવ્યા મુજબ દેશમાં પાછલા ૧૪ દિવસમાં સંક્રમણની ટકાવારી ૮૨ ટકા જેટલી વધી ગઈ હતી અને દરેક ભયંકર ગતિ સાથે નવા કેસ બહાર આવી રહ્યા હતા અને હજુ પણ આ સિલસિલો ચાલુ રહ્યો છે અને તેમાં મહારાષ્ટ્ર્ર દિલ્હી ગુજરાત અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

 


છેલ્લા આઠ દિવસથી દેશમાં મૃત્યુની સંખ્યા અઢી હજારથી વધુ રહી છે અને છેલ્લા ચાર દિવસથી ત્રણ હજારની સંખ્યા રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS