અમેરિકા પછી ભારત પહેલો દેશ છે જ્યાં
અડધાથી વધુ કેસ એકલા મહારાષ્ટ્રમાં: દેશમાં બીજી લહેર ધીરે ધીરે ખતરનાક બની રહી છે
કોરોના વાયરસની મહામારી વધારેને વધારે ખતરનાક બની રહી છે. ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો જે રીતે વધી રહ્યો છે તે જોતા ચિંતા વધી રહી છે. ભારતમાં કોરોનાના કુલ 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે કે જ્યાં કોરોનાના 24 કલાકમાં 1 લાખ કરતા વધુ નવા કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાના 1,03,844 નવા કેસ નોંધાયા છે. જેમાંથી અડધાથી વધારે માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે, અહીં 57,074 નવા કેસ નોંધાયા છે. આ પહેલા પાછલા વર્ષે 17 સપ્ટેમ્બરે દેશના સૌથી વધુ કેસ 98,795 નોંધાયા હતા, જેના કરતા 5000 કેસ વધારે નોંધાયા છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેની શરુઆત લગભગ 52 દિવસ પહેલા થઈ હતી, જેમાં હવે પહેલી લહેર કરતા વધુ ઊંચા કેસ નોંધાઈ રહ્યા છે. 7 દિવસમાં સરેરાશ નોંધાતા કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ આંકડો 11 ફેબ્રુઆરીએ 11,364 હતો જે વધીને 4 એપ્રિલના રોજ 78,318 થઈ ગયો છે. આ ભારતના કોરોના કાળનો સૌથી મોટો ઉછાળો છે.
નવા કેસના રેકોર્ડ સાથે સોમવારે નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. એક્ટિવ કેસમાં 50,000નો વધારો થયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 7 લાખને પાર થઈ ગયો છે, કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાને 6થી 7 લાખ થતા માત્ર 3 દિવસનો સમય થયો છે.
તાજેતરમાં પૂર્ણ થયેલા અઠવાડિયા (29 માર્ચથી 4 એપ્રિલ) દરમિયાન 5,48,625 નવા કેસ નોંધાયા છે. 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન નોંધાયેલા 5.5 લાખ કેસ પછી સૌથી વધુ કેસ અઠવાડિયા દરમિયાન નોંધાયા છે. અગાઉના અઠવાડિયે નોંધાયેલા કેસ કરતા આ વખતે 1,55,569 નવા કેસ નોંધાયા છે. દેશમાં ચાલી રહેલા કોરોનાકાળનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે.
કોરોનાના નવા કેસની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. 29 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન 2,974 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, આ અગાઉના અઠવાડિયામાં આ સંખ્યા 1,875 હતી. આ અઠવાડિયે કોરોનાના લીધે નોંધાયેલા મૃત્યુ નવેમ્બર 30થી 6 ડિસેમ્બર પછીના સૌથી વધુ છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધાઈ રહેલા વધારાની સાથે મૃત્યુઆંક અને એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
દેશમાં 477 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. પાછલા 5 દિવસથી દેશમાં 400થી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે, આ પહેલા 514 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મહારાષ્ટ્રાં 57000 કરતા વધારે કોરોના કેસ એક દિવસમાં પહેલીવાર નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધીના સૌથી વધુ 11,206 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3 મિલિનયને પાર કરી ગઈ છે, મહારાષ્ટ્ર પછી ખરાબ સ્થિતિ કેરળમાં છે જ્યાં 1.1 મિલિયન કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર પછી સૌથી વધુ કેસ મધ્યપ્રદેશ (3,178) અને ગુજરાતમાં (2,875) નોંધાયા છે. આ સિવાય 12 રાજ્યો છે જ્યાં વધુ કેસ નોંધાયા છે, જેમાં ઉત્તરપ્રદેશ (4,164) અને દિલ્હી (4,033) આગળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech