દેશમાં થયેલ સર્વેમાં ફરી ચિંતાજનક તારણો: ફક્ત જરી કામ પાછળ જ ખર્ચ થઈ શકે છે
દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર આક્રમણ કરી રહી છે ત્યારે અર્થતંત્ર ની સામે ફરી પડકારો ઊભા થયા છે અને ખાસ કરીને નાના મોટા વેપારીઓ અને ધંધા ઉદ્યોગો માટે નાણાકીય તંગીનો દોર ફરીથી શરૂ થઈ ગયો છે અને બીજી લહેર ને કારણે દેશભરમાં વેપારીઓને દરરોજ રૂપિયા 1000 કરોડનો ખર્ચ વધી ગયો છે.
ઇન્ડિયા એસ એમ ઈ ફોરમ દ્વારા દેશમાં સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં બિઝનેસમેન અને નાના વેપારીઓને ચિંતા અને ખોટ ના ખાડા બહાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. રૂપિયા 1000 કરોડનો રોજ ખર્ચ વધી ગયો છે અને તેમાં અડધોઅડધ રકમ મહારાષ્ટ્રના વેપારીઓ માટે ચિંતાનું કારણ બની છે.
સર્વેમાં એવી હકીકત બહાર આવી છે કે દરરોજના વધી ગયેલા ખર્ચમાં સૌથી વધુ ખર્ચ ઉત્પાદન ક્ષેત્ર ના બિઝનેસમેનો પર આવી પડ્યો છે. ઉત્પાદકોએ પોતાના કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ કરાવવા પડે છે અને તેમાં જંગી ખર્ચ થઈ જાય છે એ જ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ પાછળ વધુ ખર્ચો થઈ જાય છે.
કર્મચારીઓ પાછળ અલગ અલગ પ્રકારના ખર્ચો થાય છે અને તે ઉપરાંત રો મટિરિયલ્સના ભાવમાં પણ સતત વધારો થયો છે અને બિઝનેસ પાછળ થતા અન્ય ખર્ચમાં પણ વધારો થયો છે.
બીજી બાજુ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી મજૂરો ફરી હિજરત કરીને પોતાના ગામ તરફ જઈ રહ્યા છે ત્યારે કંપ્નીઓને ફરીથી દોડાદોડી અને ચિંતા શરૂ થઈ ગઈ છે અને તેમના ઉત્પાદનને મોટી અસર પહોંચે તેવો ખતરો પેદા થયો છે. આ પહેલા પણ મજૂરોને રોકવા માટે જંગી ખર્ચ કરવો પડ્યો હતો.
દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ને લીધે વેપારીઓ અને નાના-મોટા બિઝનેસમેનો ફરીથી આર્થિક તંગીમાં સપડાવવા લાગ્યા છે અને એમણે પોતાના ખર્ચમાં ઘણો બધો ઘટાડો કરવો પડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech