ધો.૧૦,૧૨ અને ગ્રેયુએશનની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ

  • May 17, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાંથી ધોરણ ૧૦,૧૨ અને ગ્રેયુએશન ની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ એસઓજીએ ઝડપી પાડું છે આ ફોર્મ ભરના સૂત્રધાર એવા લખને સાધુવાસવાણી રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ થી આ નકલી ડીગ્રી રાજકોટ અને સૌરાષ્ટ્ર્રમાં અનેક વિધાર્થીઓએ મેળવ્યા બાદ બી ફાર્મ,બીએસસી અને એન્જિનિયરિંગ જેવી અનેક ડિગ્રી કોર્સમાં પ્રવેશ પણ મેળવી લીધાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

 


સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે રહેતો એક શખ્સ ધોરણ ૧૦ ૧૨ અને સ્નાતક કક્ષાની નકલી ડીગ્રી આપતો હોવાની માહિતી એસ.ઓ.જી ને મળી હતી જેના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ક્રાઇમ બ્રાંચના એસીપી દિવસ તેની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.વાય.રાવલ અને પીએસઆઇ એમ.એસ.અન્સારી અને તેમની ટીમે દરોડો પાડો હતો. ગંગોત્રી ડેરી પાસે વિશ્વકર્મા સોસાયટી શેરી નંબર ૫ માં રહેતા ભાવિક પ્રકાશ ખત્રી ના ઘરે થી પોલીસને ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી તેમજ મહાત્મા ગાંધી વિધાપીઠ વારાણસી તેમજ ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ–૧૦ અને ૧૨ના ડુપ્લીકેટ શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી જેની ખરાઇ કરવા માટે એસ.ઓ.જી એ ઈ મેલ મારફતે તેમજ સ્પીડ પોસ્ટ દ્રારા યુનિવર્સિટીના સત્તાધીશો ને આ માર્કશીટ મોકલી હતી હાલ ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ  હોવાથી રાજકોટ પોલીસે ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી અને ઉત્તર પ્રદેશ શિક્ષણ વિભાગ તેમજ માધ્યમિક શિક્ષા પરિષદ પ્રયાગરાજ તેમજ મહાત્મા કાશી વિધાપીઠ વારાણસી ના સત્તાધીશો સમક્ષ મોકલી માર્કશીટ નકલી હોવાનું જાણવા મળતાં અંતે એસ.ઓ.જી.એ આ બાબતે ગુનો નોંધ્યો હતો અને ભાવિક પ્રકાશન ની ધરપકડ કરી હતી જેની પૂછપરછના આધારે આ કૌભાંડમાં રામસિંગ નામના શખ્સ નું નામ ખૂલ્યું છે જેની પોલીસે ભાવિક પાસેથી નકલી મેળવનાર ની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં ૮૦ ફુટ રોડ પર શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા હરિકૃષ્ણ રાજેશ ચાવડા જસદણના ચિતલીયા રોડ પર રહેતા દિલીપકુમાર ખીમાભાઈ રામાણી તેમજ ઉદયનગર વિશ્વેશ્વર મંદિર પાસે રહેતા પ્રિતેશ ગણેશભાઈ નાનામોવા રોડ પર કલ્યાણ પાર્ક પાસે શ્રીરામ પાર્કમાં રહેતા વાસુ ભાઈ વિજયભાઈ પટોડીયા સુરતના દેવજી નગરમાં રહેતા સુરેશ દેવજી પાનસુરીયા બાલાજી હોલ પાછળ વ્રજ કોપ્લેકસ ઉપાસના પાર્કમાં રહેતા પ્રફુલ અરજણભાઈ ચોવટીયા, તેમજ દોઢસો ફટ રોડ પર ઓમ નગર પાસે પટેલ નગર ૧૧ માં રહેતા સીલેશ સુરેશ વસોયા નું નામ ખૂલ્યું હતું. આ તમામની પોલીસે વિશેષ પૂછપરછ શ કરી છે.

 

 


ઝડપાયેલા ભાવિકની પૂછપરછમાં તેણે સૌરાષ્ટ્ર્ર અને રાજકોટમાં અનેક વિધાર્થીઓને આવી નકલી માર્કશીટ બનાવી આપી હતી તેમ જ પ્રિતેશ ભેજ દિયા કે જેણે આ નકલી માર્કશીટના આધારે ઇન્દોર ખાતે સ્વામી વિવેકાનદં યુનિવર્સિટીમાં બીએસસીમાં પ્રવેશ મેળવી લીધો હતો તેમજ વાસુ પટોડીયા એ પણ રાજકોટ ની આરતી યુનિવર્સિટીમાં બી ફાર્મ માં પ્રવેશ મેળવી લીધો હતો આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી છે તે જાણવા એસઓજીએ ભાવિક ના રિમાન્ડ મેળવી વિશેષ પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ,ડીસીપી પ્રવીણ કુમાર મીણા ,ડીસીપી મનોહરસિંહ જાડેજા ,એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા તથા એસઓજીના પીઆઇ આર.વાય.રાવલ ની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ એસ અન્સારી સાથે સ્ટાફના અનિલ સિંહ ગોહિલ, અઝદ્દીન બુખારી, સિરાજ ભાઈ ચાનીયા ,મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મુળીયા, એ.એસ આઈ બકુલભાઈ વાઘેલા ઝહીરભાઈ ખફીફ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application