રેસ્ટોરન્ટ ધીરે ધીરે બંધ થવા લાગ્યા: પાર્સલ સેવા ચાલુ

  • April 11, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરફ્યુનો ટાઈમ 8 વાગ્યાનો છે તેથી કોઈ ગ્રાહક હોટેલમાં જમવા આવતા નથી


રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી ગયું છે અને ચેમ્બર ઓફ કોમર્સે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરી છે ત્યારે શહેરના ફૂડ એન્ડ બેવરેજિસ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ભય છવાયો છે અને ધીરે ધીરે રેસ્ટોરન્ટ બંધ થઈ રહી છે. ઘણી બધી રેસ્ટોરન્ટે ડાઈન-ઈન બંધ કરવાની જાહેરાત કરી છે અને માત્ર પાર્સલ સેવા ચાલુ રાખી છે.

 


રાજકોટમાં કરફયૂનો સમય રાત્રે 8 વાગ્યાનો છે અને મોટાભાગની હોટેલો 8 વાગ્યા પછી જ ફૂલ થતી હોય છે. કરફયૂનો સમય વહેલો હોવાથી લોકોએ બહાર જમવા જવાનું ટાળ્યું છે અને તેની સીધી અસર હોટેલ-રેસ્ટોરન્ટના વેપાર ઉપર પડી છે. મોટાભાગના રેસ્ટોરન્ટ સંચાલકો જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી બંધ રાખવાના મુડમાં છે અને કેટલાકે જાહેરાત પણ કરી દીધી છે. કાલાવડ રોડ પર આવેલા શરાઝા રેસ્ટોરન્ટે ગ્રાહકો માટે ડાઈન-ઈન સેવા બંધ કરી દીધી છે અને માત્ર પાર્સલ સેવા ચાલુ રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. તો કાલાવડ રોડ પર જ આવેલી ટી-વિલાએ પણ સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી દીધી છે.

 


એક હોટેલ સંચાલકના જણાવ્યા અનુસાર 8 વાગ્યે કરફયૂ થઈ જતો હોવાથી રેસ્ટોરન્ટના કારીગરોને પણ 7થી 7-30ની આસપાસ રજા આપવી પડે. આવા સંજોગોમાં રેસ્ટોરન્ટનું કિચન શ કરી શકાય નહીં. ઢેબર રોડ પર આવેલી ગ્રાન્ટ રિજન્સીએ માત્ર લંચ અવરમાં રેસ્ટોરન્ટ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ત્રણ વાગ્યા પછી ત્યાં પણ લોકડાઉન લાગી જશે.

 


આ હોટેલ સંચાલકે કહ્યું હતું કે મુળ લોકોમાં ડર પેસી ગયો છે અને બહાર જમવા જવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં ફૂડ એન્ડ બેવરેજિસ ઈન્ડસ્ટ્રીઝ માટે કપરો સમય શ થઈ રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS