રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં કોવિડ સામેની લડાઈને વધુ વિસ્તૃત બનાવી

  • April 27, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડના દર્દીઓની સારવાર માટે 875 પથારીઓની સુવિધા વિકસાવનારું રિલાયન્સ ફાઉન્ડેશનનું મુંબઈમાં પરોપકારી કાર્યો કરતી સંસ્થાઓમાં સૌથી મોટું યોગદાન

 


મુંબઈમાં કોવિડ કેસમાં થઈ રહેલા તોતિંગ વધારા સામે લડવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન (RF) દ્વારા તેના પ્રયાસોને વધુ તેજ ગતિએ વિસ્તાયર્િ છે, જેનાથી મુંબઈ શહેરમાં કોવિડ મેનેજમેન્ટની જરૂરિયાતોને પહોંચી વળવા અને મહામારી સામે લડવાના સરકારના પ્રયાસો વધુ સઘન બનશે.

 


મહારાષ્ટ્ર સરકાર અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સાથે ગાઢ સંકલન સાધીને રિલાયન્સે મુંબઈમાં કોવિડ મહામારી સામે લડવામાં ચાર મહત્વની પહેલ હાથ ધરી છે:

 


1.     સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા NSCI ખાતે 650 બેડ્સ ધરાવતી સુવિધાનું સંચાલન
- RF નવા 100 ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ) તૈયાર કરશે અને તેનું સંચાલન પણ કરશે, જે 15 મે, 2021થી તબક્કાવાર કાર્યરત કરાશે.
- વર્તમાનમાં કાર્યરત 550 બેડ્સ ધરાવતા વોર્ડનો કાર્યભાર સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મે 1, 2021થી સંભાળશે.
- સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (આર.એચ.એફ) કોવિડના દર્દીઓ માટે કુલ 650 બેડ્સનું સંચાલન કરશે
- દર્દીઓને ચોવીસ કલાક તબીબી સારવાર મળી રહે અને તેમની સુવિધાઓ સચવાય તે માટે તબીબો, નર્સિસ અને નોન-મેડિકલ પ્રોફેશનલ્સ સહિતના 500 ફ્રન્ટલાઇન વર્કર્સની ટીમને તૈનાત કરવામાં આવશે.
- આઇસીયુ બેડ્સ અને મોનિટર, વેન્ટિલેટર્સ અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ સહિતના તમામ માળખાગત સુવિધાઓનો ખર્ચ અને 650 બેડ્સની સુવિધાનો તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે.
- NSCI અને સેવન હિલ્સ હોસ્પિટલમાં કોવિડના તમામ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે.
2.     ગત વર્ષે RF અને BMCદ્વારા સાથે મળીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલ ખાતે 225 બેડ્સ ધરાવતી ભારતની પહેલી કોવિડ હોસ્પિટલ તૈયાર કરી હતી. આ 225 બેડ્સમાંથી 100 બેડ્સ અને 20 આઇસીયુ ધરાવતાબેડ્સનું સંચાલન સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સેવન હિલ્સ હોસ્પિટલમાં 25 આઇસીયુ બેડ્સના ઉમેરા સાથે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. આ વિસ્તરણ થતાં RF હોસ્પિટલ દ્વારા સંચાલિત કુલ બેડ્સની સંખ્યા 125 થશે, જેમાં 45 આઇ.સી.યુ બેડ્સનો પણ સમાવેશ થાય છે.
3.     કોવિડના હળવા તથા મધ્યમ લક્ષણો ધરાવતાં અને એસિમ્ટોમેટિક દર્દીઓની સારવાર માટે બાન્દ્રા કુલર્િ કોમ્પલેક્સ ખાતે આવેલી ટ્રાયડન્ટ હોટેલમાં 100 બેડ્સની સુવિધા પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં બીએમસીની માર્ગદર્શિકાને અનુસરવામાં આવી છે. આ સુવિધાનું સંચાલન પણ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS