સાત વર્ષની ઉંમરે પ્રોગ્રામર બનવાનો રેકોર્ડ અમદાવાદની બિયાંકા દલવાડીના નામે

  • June 29, 2020 10:35 AM 140 views


બિયાંકા ભવિષ્યમાં રોબોટીકસ એન્ડ સર્વર સાઇડ ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માગે છે, તેણી કહે છે કે મારે ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતને નવી ઓળખ આપવી છે

મન હોય તો માળવે જવાય  એ ગુજરાતી કહેવત અમદાવાદની એક નાનકડી બાળકી પર ફીટ બેસે છે. રમવા અને કૂદવાની ઉંમરમાં નાનકડી બાળકીએ ટેકનોલોજીના સિમાડા વટાવી દીધા છે. અમદાવાદની બિયાંકા ચેતન દલવાડી નામની સાત વર્ષની બાળકીએ સૌથી નાની ઉંમરમાં પ્રોગ્રામર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આટલી નાની ઉંમરમાં ઓરેકલ, જાવા અનેએસઇ–૬ની પરીક્ષા તેણીએ પાસ કરી છે જે પરીક્ષા પાસ કરવા માટે લોકોને ખૂબ મહેનત કરવી પડે છે.


બાળપણથી બિયાંકા ટેકનોલોજીની સમજ ધરાવે છે. તે માત્ર બે વર્ષની હતી ત્યારથી આઇપેડ ઓપરેટ કરી રહી છે. તેના માતા–પિતાએ બિયાંકાનો ડર્માટોગ્લિફિકસ મલ્ટીપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે તેનામાં ટેકનોલોજીને પચાવવાનું ગજબનું નોલેજ છે. ટેકનોસોટ કંપનીના એમડીએ બિયાંકાની ટેકનોલોજીનો અનુભવ કર્યેા હતો.


 બિયાંકાનું એડમિશન એનિમેશન સહિતના કોર્સ શીખવા માટે કરવામાં આવ્યું હતું. બિયાંકા માટે સી–લેંગ્વેજના પાઠ અને જાવા કોર્સ શ કરવામાં આવ્યા હતા. સાત વર્ષની ઉંમરમાં તેણે ઓરેકલ જાવા એસઇની પરીક્ષા ઓછા સમયમાં પાસ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે નાની ઉંમરમાં લાંબા વાળનો રેકોર્ડ પણ બનાવી રહી છે. બિયાંકા તેનું કેરિયર ટેકનોલોજી ક્ષેત્રમાં બનાવવા માગે છે.


 કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં બિયાંકાએ નજીકના સગાં અને મિત્રોને ડ્રોઈંગના ઓનલાઇન કોર્સ કરાવ્યા છે. તેણી ડાન્સમાં પણ માહિર છે. નાની ઉંમરમાં ટેકનોલોજીના સહારે પ્રોગ્રામ બનાવવાનું કામ અઘં છે પરંતુ તેણીએ મહેનતથી આ સફળતા મેળવી છે. તેણીના પિતા આ દુનિયામાં નથી તેથી તેણીની માતા તેને પિતા અને માતા એમ બન્નેનો પ્રેમ આપી રહ્યાં છે. બિયાંકા કહે છે કે હત્પં ટેકનોલોજી ક્ષેત્રમાં એવું કરવા માગું છું કે જેનાથી વિશ્વમાં ભારતને નવી ઓળખ મળશે અને ભારતને બીજા દેશો પર આધાર રાખવો નહીં પડે.


 બિયાંકાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં યંગેસ્ટ ઓરેકલ સર્ટિફાઇડ પ્રોફેશનલમાં સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે જ બિયાંકા ગુજરાતના રાયપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજય પાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળી હતી અને તેમની શુભેચ્છાઓ પ્રા કરી છે. બિયાંકા ભવિષ્યમાં રોબોટીકસ એન્ડ સર્વર સાઇડ ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માગે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application