બાર દિવસમાં બમણાં: ચેપની ઝડપ બેફામ

  • April 19, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનો રોજનો દર છેલ્લા 12 દિવસમાં ડબલ થઈને 16.69 ટકા થઈ ગયો છે જ્યારે કે સાપ્તાહિક સંક્રમણ દર છેલ્લા એકમહિનામાં 13.54 ટકા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રલાય તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,73,810 નવા કોવિડ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,50,61,919 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,29,329 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 1,29,53,821 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. એક જ દિવસમાં રાજ્યમાં 1619 લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,78,769 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોને રસી આપવામાં આવી છે.

 


મંત્રાલયે કહ્યું કે, 10 રાજ્યો- મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કણર્ટિક, મધ્ય પ્રદેશ, કેરળ, ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનમાં નવા કેસોમાંથી 78.56 ટકા કેસ નોંધાયા છે. મંત્રાલય તરફથી અપાયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, ’રોજના સંક્રમણનો દર છેલ્લા 12 દિવસમાં 8 ટકાથી વધીને 16.69 ટકા થઈ ગયો છે. રાષ્ટ્રીય સાપ્તાહિક સંક્રમણ દર 3.05 ટકાથી વધીને 13.54 ટકા થઈ ગયો છે.’ મંત્રાલય મુજબ, છત્તીસગઢમાં સૌથી વધુ સાપ્તાહિક સંક્રમણ દર 30.38 ટકા છે, તે પછી ગોવામાં 24.24 ટકા, મહારાષ્ટ્રમાં 24.17 ટકા, રાજસ્થાનમાં 23.33 ટકા અને મધ્ય પ્રદેશમાં 18.99 ટકા છે. દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 18.01,316 થઈ ગઈ છે, જે કુલ સંક્રમણના 12.18 ટકા છે. પાંચ રાજ્યો- મહારાષ્ટ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કણર્ટિક અને કેરળમાં ભારતના કુલ સારવાર લઈ રહેલા દર્દીઓના 65.02 ટકા દર્દીઓ છે.

 


મંત્રાલયે કહ્યું કે, 1,38,423 અને લોકોના સંક્રમણમાંથી બહાર આવ્યા બાદ બીમારીમાંથી સાજા થઈ ચૂકેલા લોકોની સંખ્યા 1,28,09,63 થઈ ગઈ છે. કુલ 1501 મૃતકોમાં સૌથી વધુ 419 મહારાષ્ટ્રના છે અને તે પછી 167 લોકોના મોત દિલ્હીમાં થયા છે. નવા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાથી એક પણ વ્યક્તિના મોતના અહેવાલ નથી. આ રાજ્યોમાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, મણિપુર, લક્ષદ્વીપ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે.

 

ડેથ સર્ટિફિકેટ પર મોદીનો ફોટો લગાવો: એનસીપી
એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે વડા પ્રધાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો વેક્સિનેશન સર્ટિફિકેટ પર વડા પ્રધાનનો ફોટો લગાવવામાં આવે છે તો કોરોનાથી થતા મૃત્યુના સર્ટિફિકેટ પર પણ મોદીનો ફોટો લગાવવામાં આવે છે. દેશભરમાં વધી રહેલા મૃત્યુ માટે મલિકે મોદી-સરકારને જવાબદાર ગણાવી હતી. જો વડા પ્રધાન વેક્સિનેશનનો શ્રેય લેતા હોય તો મૃત્યુની જવાબદારી પણ તેમણે લેવી જોઈએ , એમ તેમણે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS