મહાપાલિકાનું બજેટ સોમવારે: 2200 કરોડના કદનો અંદાજ

  • March 13, 2021 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાનું આગામી નાણાકીય વર્ષ 2021-22નું વાર્ષિક અંદાજપત્ર તા.15 માર્ચને સોમવારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરનાર હોવાનું જાણવા મળે છે. સવારે બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ બાદ બપોરે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરનાર હોવાનું જાણવા મળે છે. જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરાય તેવી સંભાવના છે. ખાસ કરીને આગામી બજેટમાં રાજકોટમાં ભળેલા નવા પાંચ ગામો જેમાં માધાપર, મનહરપુર-1 (પાર્ટ), ઘંટેશ્ર્વર, મુંજકા અને મોટામવાને નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી, રસ્તા, બાગ-બગીચા, આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, ફાયરબ્રિગેડ સ્ટેશન અને બગીચાઓ જેવી સુવિધાઓ આપવા માટે નાણાકીય જોગવાઈ વિશેષ માત્રામાં કરાય તેવા પણ નિર્દેશ મળી રહ્યા છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ અંદાજપત્રનું કદ 2200 કરોડ રહેવાનો પ્રાથમિક અંદાજ છે. હાલમાં જે પ્રોજેકટ જાહેર કરાયા છે તે પ્રોજેકટ બજેટમાં સમાવિષ્ટ કરાશે તદ્ ઉપરાંત અમુક નવા પ્રોજેકટ પણ સમાવિષ્ટ કરાય તેવી શકયતા છે. એકંદરે વાસ્તવિક બજેટ આપવા પ્રયાસ કરાશે. લોકડાઉન અને કોરોનાકાળમાં મહાપાલિકાની તિજોરીને પણ ફટકો પડયો હોય આવકના નવા સ્ત્રોત ઉભા કરવા પ્રયાસ કરાશે. જો કે ચૂંટણી પરિણામોમાં ભાજપ્નો ભવ્ય વિજય થયો હોય શાસકો શહેરીજનો પર નવા કરવેરા નાખવાના મૂડમાં નથી તેવું હાલના તબકકે જણાઈ રહ્યું છે.

 

 

જો કે તેમ છતા પ્રતિ વર્ષની પરંપરા અનુસાર વહીવટી પાંખ નવા કરવેરા અથવા તો હયાત કરવેરામાં વધારો સૂચવશે અને શાસકો તે નામંજૂર કરીને રાજકીય પરંપરાનુ સંવર્ધન કરશે તે નિશ્ર્ચિત છે. નવા બજેટનું કદ અંદાજે 2200 કરોડ આજુબાજુ રહેવાનો અંદાજ છે પરંતુ ચાલુ નાણાકીય વર્ષ 2020-21નું રિવાઈઝડ બજેટ કેટલું રહે છે તે મુખ્યત્વે જોવાનું રહે. ગત વર્ષે બજેટ રજૂ કરાયું ત્યારે તેનું કદ 2070 કરોડ આજુબાજુ હતું પરંતુ લોકડાઉન અને કોરોના વર્ષમાં નથી તો આવક વધારી શકાઈ કે નથી તો વિકાસકામો કરી શકાયા આથી રિવાઈઝડ બજેટનું કદ 50 ટકાથી પણ વધુ ઘટી જાય તેવી શકયતા નકારી શકાતી નથી.

 


મહાપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપે સંકલ્પપત્ર સ્વપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો બજેટમાં સમાવિષ્ટ કરી લેવામાં આવશે. જો અધિકારીઓએ સમાવિષ્ટ નહીં કયર્િ હોય તો બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થાય ત્યારબાદ શાસકો તેમાં સુધારા-વધારા અને ઉમેરા કરીને સમાવિષ્ટ કરી દેશે તે નકકી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS