ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વલસાડ જિલ્લામાં ૧થી ૨ ઈંચ વરસાદ

  • July 16, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના ૧૩ તાલુકામાં ૧ ઈંચથી વધુ અને ૧૧૨ તાલુકામાં સામાન્ય ઝાપટાં

 વરસાદનું જોર નબળું પડયું છે પરંતુ આમ છતા દક્ષિણ ગુજરાતમાં હજુ વાતાવરણ પુરેપું વિખેરાયું નથી. ડાંગ જિલ્લાના વધઈમાં ૨, આહવામાં ૨ ઈંચ, છોટા ઉદેપુરમાં ૨ ઈંચ, પંચમહાલ જિલ્લાના મોરવા હડપ અને વલસાડમાં ૧ ઈંચ પાણી પડયું છે. રાયના ૧૨૫ તાલુકામાં સામાન્ય ઝાપટાંથી નોંધપાત્ર વરસાદ થયો છે પરંતુ માત્ર ૧૩ તાલુકામાં ૧ ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.

 


બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉપરાછાપરી સર્જાયેલા બે લો પ્રેશરને કારણેે દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડો હતો પરંતુ આમ છતા અનેક વિસ્તારો મેઘરાજાની પૂરેપૂરી કૃપાને પાત્ર બન્યા નથી વરસાદનો બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને આમ છતાં પીવાના પાણીનો પ્રશ્ન હજુ વણઉકેલ્યો છે. બીજા રાઉન્ડના વરસાદને કારણે ખેડૂતોની મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે પરંતુ આમ છતાં હજુ સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે.

 


અરબી સમુદ્રમાં ગુજરાત પર સર્જાયેલું લો પ્રેશર સૌરાષ્ટ્ર્ર તરફ અને છેલ્લે કચ્છ સુધી ફેલાયા બાદ હવે તે નબળું પડું છે આમ છતાં જુનાગઢ ગીર સોમનાથ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં હજુ વાદળિયું વાતાવરણ હોવાના કારણે છુટા છવાયા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી વેસ્ટ કોસ્ટ અને પૂર્વેાત્તર રાયોમાં વરસાદ ની માત્રા વધશે. આ ઉપરાંત ઉતરાખંડ, કોંકણ, ગોવા કર્ણાટક સહિતના રાયોમાં પણ વરસાદ ચાલુ રહેશે.

 


બંગાળની ખાડીમાં તારીખ ૨૧ આસપાસ નવું લો પ્રેsસર સર્જાશે
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના લો પ્રેશરની અસરના ભાગપે ગયા સાહે ગુજરાતમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે અને બાકીના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડા બાદ બીજા રાઉન્ડની અસર પૂરી થઈ ગઈ છે અને હવે વધુ એક નવા રાઉન્ડ માટે લોકો રાહ જોઈને બેઠા છે આગામી તારીખ ૨૧ આસપાસ બંગાળની ખાડીમાં ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના દરિયાની વચ્ચેના ભાગે નવું જોરદાર લો પ્રેસર ઉવે તેમ લાગી રહ્યું છે. આ લો પ્રેશરની અસર ના ભાગપે આંધ્ર પ્રદેશ કર્ણાટક આ ઓડિશા સહિતના રાયો ઉપરાંત ગુજરાતમાં વરસાદની સંભાવના ઊભી થશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS