આઇપીએલની બે નવી ટીમોની કિંમત આવી સામે, CSK અને MI ને પણ છોડી દેશે પાછળ

  • June 30, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલમાં ટૂંક સમયમાં બે નવી ટીમોની એન્ટ્રી થવા જઈ રહી છે, એવામાં દુનિયાની સૌથી મોટી ટી–૨૦ ક્રિકેટ લીગની મજા બમણી થવા જઈ રહી છે. આગામી વર્ષે બે નવી ટીમો ઉમેરવાની તૈયારી છે, જેના કારણે આઈપીએલ ૧૦ ટીમોની ટૂર્નામેન્ટ બની જશે. પરંતુ આ બે નવી ટીમોનો ખર્ચ તમારા હોશ ઉડાવી શકે છે.

 


દુનિયાની નજર  આઈપીએલ૨૦૨૨ ની સીઝનમાં છે. ક્રિકબઝના એક અહેવાલ મુજબ, બીસીસીઆઈ આઈપીએલ  ૧૪ ના બીજા તબક્કા પહેલા બે ટીમોનો સમાવેશ કરવામાં વ્યસ્ત છે. રિપોર્ટ અનુસાર જુલાઈમાં બે નવી ટીમો ઉમેરી શકાશે. અન્ય ઇન્ટરસ્ટેડ પાર્ટીઓ પાસે કેટલાક સંકેત પણ છે કે, અંતિમ કિંમત શું હોઈ શકે છે.

 


આઈપીએલની વર્તમાન ૮ ટીમોમાં સીએસકે, મુંબઇ, કેકેઆર અને આરસીબી ૪ સૌથી મોંઘી ટીમો છે. મુંબઈની કિંમત ૨૭૦૦ થી ૨૮૦૦ કરોડ છે, સીએસકેની કિંમત ૨૨૦૦ થી ૨૩૦૦ કરોડ છે. ક્રિકબઝના મતે નવી ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઈસ આશરે ૨૫૦ મિલિયન યુએસ ડોલર અથવા ૧૮૦૦ કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. યારે તેમની અંતિમ કિંમત પિયા ૨૨૦૦–૨૯૦૦ કરોડની વચ્ચે રહેશે.

 


૨૦૧૪ થી ટી૨૦ ટૂર્નામેન્ટ ફકત આઠ ટીમો સાથે જ રમાઈ રહી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે નવી ટીમોના ઉમેરવાનું પરિણામ શું આવશે.  આઈપીએલ ૨૦૨૨ માં પણ મોટી હરાજી થશે, જેમાં ટીમોને સંપૂર્ણ સુધારણાના સમયગાળામાંથી પસાર થવું પડશે. હાલમાં, બીસીસીઆઈનું લય આ વર્ષે આઇપીએલની સીઝનની મેચનું આયોજન કરવાનું છે.  ની કુલ ૩૧ મેચ યુએઈમાં રમાવાની છે. કોરોનાને કારણે મેમાં ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરીથી સપ્ટેમ્બરમાં શ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS